તેજસ દવે/મહેસાણા: એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડના વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાની ધંધા રોજગારથી દુર રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર જે 2 ટકા TDs લાવવામાં આવ્યો છે, તે અંગે યોગ્ય સમજણ અને માહિતી નહિ આપવામાં આવે ત્યાં સુધી અચોક્કસ દિવસ માટે આ વેપારીઓ પોતાના ધંધા બંધ રાખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંઝાનું માર્કેટયાર્ડએ ફફત મહેસાણામાં જ પ્રખ્યાત નથી પરંતુ એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ તરીકે ઊંઝાને માનવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરીને જીરું, વરિયાળી, ઇસબગુલ, જેવા પાકોનું મોટા પાયે ખરીદ વેચાણ કરવામાં આવે છે અને અહીં દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં આ માલને મોકલવાવમાં આવે છે. ઊંઝા માર્કેટ યાર્ડનું વાર્ષિક ટર્ન ઓવરની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડની વેપારીઓનું વાર્ષિક ટર્ન ઓવર 4000 કરોડ આસપાસ છે.


અમદાવાદ: મંદીના મારની સામે હવે સોના-ચાંદીના વેપારીઓએ સરકાર પાસે માગી મદદ


ઉનાળાની સીઝનમાં રોજનું અહિંયા 50 કરોડનું ટર્ન ઓવર થાય છે.  હાલ બિન સીઝનમાં 5થી10 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ઊંઝા માર્કેટયાર્ડમાં થાય છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ગુજરાત સાથે આજુબાજુના રાજ્યના જેવા કે રાજસ્થાન , મદયપ્રદેશના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે ઊંઝા માર્કેટયાર્ડમાં આવે છે. વર્ષોથી ઊંઝા માર્કેટયાર્ડની ઓળખ રહી છે કે અહીં જે ખેડૂત આવે છે તેને તેના માલનું તોલ થઈ ગયા બાદ તેને રોકડા પૈસા આપવામાં આવે છે. અને રોકડા પૈસા મળતા હોવાથી દૂર દૂરથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા ઊંઝા માર્કેટયાર્ડને પસંદ કરે છે. 


નેતાઓ સાથે સારા સબંધ હોવાનું કહી આ વ્યક્તિએ કરી ખેડૂતો સાથે ‘કરોડોની છેતરપિંડી’


કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસની જોગવાઈ કરાતાં અને આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહિ આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા વેપારીઓને જ્યાં સુધી આ કાયદાની યોગ્ય માહિતી નહિ પહોંચાડે ત્યાં સુધી વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારની અળગા રહેશે. જ્યાં સુધી તેમને આ કાયદાની સંપૂર્ણ માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી તેવો નિર્ણય ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનની જનરલ સભામાં લેવામાં આવ્યો હતો.


જુઓ LIVE TV :