અલ્કેશ રાવ/ભાભર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બનાસકાંઠામાં ભાભર ખાતે આવેલી જલારામ ગૌશાળા ની મુલાકાત લીધી હતી. જ્યાં અત્યાધુનિક પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું હતું, સાથે સાથે 30 એકર જમીન પણ ગૌશાળાને અર્પણ કરી હતી. રાજ્યપાલે ગૌશાળાની સમીક્ષા કરી ગૌવંશને બચાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ લોકોને આહ્વાન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટેલ દંપતી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો, લાશ સાથે એક આરોપીએ લીધી હતી સેલ્ફી


બનાસકાંઠાના ભાભર ખાતે આવેલી જલારામ ગૌશાળા ખાતે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને તેમની પત્ની દર્શનાબહેન આવ્યા હતા, ગાયો કબુતર મોર સહિત 10 હજાર જેટલા પશુઓ આ ગૌશાળામાં આશ્રય ધરાવે છે. તો રાજ્યપાલે 100 એકરમાં કાર્યરત આ ગૌશાળાની સમીક્ષા કરી હતી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે અત્યાધુનિક પશુ દવાખાનાનું ખાતમુર્હત કર્યું હતું. સાથે સાથે 30 એકર જેટલી જમીન પણ ગૌશાળાને અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા દાનવીરોએ ઉપસ્થિત રહી દાનની સરવાણી વહાવી હતી. 


સુરતમાં ફિલ્મી સ્ટાઇલે દિવાલ સાથે અફળાવી અફળાવી બે વ્યક્તિઓની હત્યા કરી દેવાઇ


ગૌશાળામાં ગાયોની સેવા ચાકરી જોઈએ ખુશ થયેલા રાજ્યપાલ અને તેમની પત્નીએ પણ 11 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. આચાર્ય દેવવ્રતજી જ્યારે હિમાચલ પ્રદેશમાં ગવર્નર તરીકે હતા ત્યારે તેઓએ પ્રાકૃતિક ખેતી અભિયાનની શરૂઆત કરી હતી. આજે ત્યાં સવા લાખ કરતાં પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જે જે અભિયાનને તેઓ ગુજરાતમાં પણ આગળ ધપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણ નું જતન થશે, પાણીનો વપરાશ ઘટશે,  ધરતીની શક્તિ વધશે અને ગાય પણ ઘરે ઘરે જોવા મળશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને ખેડૂતોની આવક બમણી થશે માટે એક દેશી નસલની ગાયના છાણ અને મૂત્રમાંથી 30 એકર જમીનમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરના ખર્ચ વગર પ્રાકૃતિક ખેતી કઇ રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube