અમદાવાદ : ગૌણસેવા પસંદગી મંડળમાં હેડક્લાર્ક સહિત અનેક પરીક્ષાઓમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે અસિતવોરાના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે સરકાર દ્વારા માનસભર રીતે અસિત વોરાને વિદાય આપી દીધી હતી. યુવાનોમાં વ્યાપ્ત અસંતોષને ખાળવા માટે સરકાર દ્વારા અસિત વોરાનું રાજીનામું લઇને તેને ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ ભ્રષ્ટ્રાચાર અને ભરતી સાથે ચાલે છે. કમલમ અને કૌભાંડ સાથે ચાલે છે. સરકારની નિતિ અને નિયત સાફ હોય તો કાર્યવાહી કરે તે જરૂરી છે. આરએસએસના માણસોને ઘુસાડવાના સુનિયોજીત કાવતરા પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તે જરૂરી બન્યું છે. 


ગુજરાતમાં સરકારી ભરતી માટેની યોજાતી પરિક્ષામાં ગેરરીતી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. પરિક્ષામાં વારંવાર પેપર લીક થવા તે સરકાર માટે શોભાસ્પદ બાબત નથી. સરકારની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને સાચવવાની પધ્ધતિ સામે રાજ્યાના યુવાનોમાં રોષ પરીક્ષામાં ગેરરીતી અને પેપરલીકમાં ચેરમેનની સંડાવણી તપાસનો વિષય છે. પારદર્શક પધ્ધતિ અને વિશ્વિનિય પરીક્ષામાં લેવામાં ચેરમેન નિષ્ફળ રહ્યા છે. ચેરમેનની નિષ્ફળતા છતાં હટાવાયા નહી. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ગેરરીતીના ત્રીજા દિવસે ચેરમેનને હટાવ્યા છે. સચિવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિવૃત જજની અધ્યક્ષતમાં ભવિષ્યમાં ગેરરીતી ન થાય તેવી વ્યવસ્થાની જવાબદારી સોપવામાં આવી ગુજરાતની ભાજપા સરકાર કેમ પગલાં નથી લેતી.