ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા રાજ્યભરમાં રવિવાર (21 ઓક્ટોબર) ક્લાસ વન અને ટૂની પ્રિલિમ પરીક્ષા યોજાશે. જુદી-જુદી કુલ 294 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી કુલ 2 લાખ 94 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. અમદાવાદમાંથી 46 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા બેસવાના છે. તંત્રએ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિલિમ પરીક્ષામાં બે પેપર રહેશે. પ્રથમ પેપર સવારે 11થી બપોરે 1 કલાક સુધી જ્યારે બીજું પેપર બપોરે 3થી 5 કલાક સુધી લેવાશે. મુખ્ય પરીક્ષા આગામી ફેબ્રુઆરી 2019માં યોજાશે. પરીક્ષા લેવાનાર તમામ સ્થળોએ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ તૈયારી કરી લીધી છે. 


મુખ્યપ્રધાને આપી શુભેચ્છા 
પરીક્ષાની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે. મુખ્યપ્રધાને પોતાના ટ્વીટમાં કહ્યું કે, રવિવારે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.