Gujarat High Court Recruitment 2023: સરકારી નોકરીની શોધમાં છો તો એક નવી ભરતીની ઓફર આવી છે. ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી છે. આ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. https://gujarathighcourt.nic.in/ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે 193 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે લોકો માટે આ રહી સમગ્ર ડિટેઈલ્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજી ભરવાની સમયમર્યાદા
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 એપ્રિલ 2023 છે. https://gujarathighcourt.nic.in/  માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાય છે


પદ - સિવિલ જજ
ઉંમર - જનરલ વર્ગ માટે 35 વર્ષ હોવી જોઈએ. સરકારના દિશા-નર્દેશ અનુસારક આરક્ષણ આપવામાં આવશે. વધુ ડિટેઈલ્સ નોટિફિકેશનમાં મળી રહેશે. 


શૈક્ષણિક લાયકાત - કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી લોની ડિગ્રી હોવી જોઈએ. તેમજ સ્થાનિક ભાષા (ગુજરાતી) યોગ્ય લાયકાતમાં પાસ થવી હોવી જોઈએ. આ સાથે જ ઉમેદવાર એડવોકેટના રૂપમાં પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. 


ફી 
જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા રાખવામાં આવ્યા છે, તો અન્ય કેટેગરી માટે 500 રૂપિયા રાખવામા આવ્યા છે.


પગાર 
પસંદગી પાત્ર ઉમેદવારને પ્રતિ મહિના 77,840 રૂપિયાથી લઈને 1.35,520 રૂપિયા સુધીનો પગાર મળશે.


આ રીતે કરો અરજી
સૌથી પહેલા https://gujarathighcourt.nic.in/  પર જાઓ
તેના બાદ HC - OJAS પર ક્લિક કરો
Direct Recruitment to the cadre of civil judge 2023 લિંક પર ક્લિક કરો
આવેદન ફોર્મ સાવધાનીથી ભરો.
તમામ ડિટેઈલ્સ ચેક કરો, ફી ભરો અને સબમિટ કરો.
ફોર્મ બાદ પ્રિન્ટ આઉટ લેવાનું ન ભૂલતા


આ રીતે થશે સિલેક્શન
પ્રારંભિક પરીક્ષા (એલિમિનેશન ટેસ્ટ) - 7 મે 2023
મુખ્ય પરીક્ષા - 2 જુલાઈ, 2023
vivavoce ટેસ્ટ (ઓરલ ઈન્ટરવ્યૂ) - ઓક્ટોબર-નવેમ્બર 2023