Gram Panchayat Election Result: દાહોદના લીમખેડામાં પોલીસનો હળવો લાઠીચાર્જ, લોકોમાં નાસભાગ
પબ્લિકના ટોળા વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરીને લોકોને વિખેર્યા છે. મતગણતરી કેન્દ્ર આગળ સરપંચ, સભ્યો પણ સમર્થકોના હજારોની સંખ્યામાં ભેગા થયેલાને વિખેરવા લાઠીચાર્જ કરાયો છે.
ઝી ન્યૂઝ/બ્યુરો: રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. ત્યારે ક્યાંક ખુશી ક્યાંક ગમના દ્રશ્યો જોવા મળ્યા. દાહોદના લીમખેડા તાલુકાના મતગણતરી કેન્દ્ર પર ટોળું એકત્ર થતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે પબ્લિકના ટોળા વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરીને લોકોને વિખેર્યા છે. મતગણતરી કેન્દ્ર આગળ સરપંચ, સભ્યો પણ સમર્થકોના હજારોની સંખ્યામાં ભેગા થયેલાને વિખેરવા લાઠીચાર્જ કરાયો છે.
મોરજ ગામમાં જૂથ અથડામણ
આણંદના તારાપુરનાં મોરજ ગામમાં ચૂંટણીનાં પરિણામ બાદ જૂથ અથડામણ થઇ હતી. મોરજ ગામમાં ધાંધલ ધમાલને લઈ ભયનો માહોલ છવાયો છે. ટોળાએ વિજેતા ઉમેદવારના ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી. ઘાસના પુતળા સળગાવી, ઘરના સામાન અને ટુ વ્હિલરમાં ભારે તોડફોડ કરતાં તારાપુર પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો.
કનાઇમાં વિજય સરઘસ પર હુમલો
અત્રે નોંધનીય છે કે, હિંમતનગરના કનાઇમાં વિજેતા સરપંચના વિજય સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે બે જૂથે સામસામે પથ્થમારો કરતો એકને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube