ઝી મીડિયા/બ્યૂરો :ચૂંટણી આવે એટલે મતદારોનો મિજાજ જોવા મળે. આખુ વર્ષ છાતી તાણીને ફરતા નેતાઓ પણ ચૂંટણી (Gujarat Panchayat Polls) આવે એટલે બિલાડી જેવા બની જાય છે. ચૂંટણીમાં મતદારો જ એમના માટે ભગવાન હોય છે. આવામાં વિકાસથી વંચિત રહી ગયેલા મતદારો ક્યારેક વોટના બદલામાં ગુસ્સો ઉતારે છે. તાજેતરમાં ગ્રામ પંચાયત (gram panchayat election) ની ચૂંટણી ગઈ. જેમાં અકળાયેલા મતદારોએ મતદાન પેટીમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અનેક મતપેટીમાં મતદારોએ મતની સાથે એવા લખાણો લખ્યા હતા કે જેને ખોલતા કર્મચારીઓ પણ ખિલખિલાટ હસવા લાગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેલેટ પેપરમાંથી કર્મચારીઓએ ગણતરી કરવાની શરૂ કરી હતી. તેમાં વિવિધ જિલ્લામાં મતગણતરી કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં પણ બેલેટ પેપરથી ગણતરી કરવામાં આવી હતી. મંગળવારે મતગણતરી કરવામા આવી હતી. જેમાં બેલેટ પેપરમાંથી અનેક ચિઠ્ઠીઓ નીકળી હતી. જેને કારણે કર્મચારીઓમાં રમૂજ ફેલાઈ ગઈ હતી. એક ચિઠ્ઠીમાં લખ્યુ હતું કે, આ ગધેડાઓએ ગામના પાંચ વર્ષ બગાડ્યા.


આ પણ વાંચો : મુસ્લિમ મહિલાઓ ઘરનો દરવાજો ખખડાવીને પૂછી રહી છે એક સવાલ, સુરતમાં બની અજીબ ઘટના


આ સિવાય અનેક ચિઠ્ઠી એવી હતી જેના પર લખાણ લખાયેલા હતા. એક ચિઠ્ઠી પર માતાનું લખાણ લખ્યુ હતું. આમ, મતદારોએ વિવિધ અંદાજમાં ક્યાંક પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો, તો ક્યાંક મજાક કરી હતી. એક મતપેટીમાંથી બેલેટ પેપર પર પેનથી મોટી ચોકડી મારી હતી. તો એક મતપેટીમાંથી 10 રૂપિયાની નોટ નીકળી હતી.


આમ, ચૂંટણીની કામગીરીમાં થાકેલા કર્મચારીઓ માટે બેલેટ પેપરની ગણતરી આનંદદાયક બની રહી હતી. એકંદરે તેમનો થાક પણ ઉતર્યો હતો.