વ્હાલાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી: દ્વારકાનગરીથી લઈને શામળાજી સુધી જયકારો
Janmashtami 2022 : દ્વારકાનગરી તો આજે જાણે સ્વર્ગથી પણ ચડિયાતી બની હતી. પૂર્ણ પુરુષોત્તમ, જગદગુરુના વધામણાં કરવા લાખો ભક્તો ઉમટી પડયા હતા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતા-બહેનોએ શ્રીકૃષ્ણના જન્મ પહેલા અને જન્મ બાદ પરંપરાગત ગરબા રમી ઉજવણી કરી હતી.
ઝી ન્યૂઝ/અમદાવાદ: નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર દ્વારકા સહીત કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠયા છે અને ગગનભેદી જયઘોષથી વાતાવરણ પવિત્ર બન્યું છે. રાત્રે 12 ના ટકોરે તમામ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી શરૂ કરાઇ હતી. સમગ્ર દેશભરના કૃષ્ણ મંદરોમાં ધૂમધામ પૂર્વક વ્હાલા કાન્હાના વધામણા કરવામાં આવ્યા છે. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કીના નાદ સાથે ડાકોર મંદિરમાં પણ કૃષ્ણ ભક્તિનો માહોલ બરોબરનો જામ્યો હતો. શામળાજી મંદિર ખાતે પણ મહાઆરતી કરી જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
દ્વારકાનગરી તો આજે જાણે સ્વર્ગથી પણ ચડિયાતી બની હતી. પૂર્ણ પુરુષોત્તમ, જગદગુરુના વધામણાં કરવા લાખો ભક્તો ઉમટી પડયા હતા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતા-બહેનોએ શ્રીકૃષ્ણના જન્મ પહેલા અને જન્મ બાદ પરંપરાગત ગરબા રમી ઉજવણી કરી હતી.
દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube