તેજશ મોદી/ સુરત: જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ-2018માં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના બે પ્લેયર્સે ટેબલ ટેનિસ ગેમ્સમાં બ્રોન્સ મેડલ જીતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હરમિત દેસાઇ અને માનવ ઠક્કરનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181170","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian Games 2018","field_file_image_title_text[und][0][value]":"Asian Games 2018"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian Games 2018","field_file_image_title_text[und][0][value]":"Asian Games 2018"}},"link_text":false,"attributes":{"alt":"Asian Games 2018","title":"Asian Games 2018","class":"media-element file-default","data-delta":"1"}}]]


જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ-2018માં ભારતનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી જોરદાર રહ્યું છે. વર્ષોના ઈતિહાસમાં પહેલી વખત અનેક ગેમ્સમાં ભારતે ગોલ્ડ સહિતના મેડલો મેળવ્યા છે. ત્યારે ગુજરાતના ખેલાડીઓએ પણ સુંદર પ્રદર્શન કર્યું છે. ટેબલ ટેનિસમાં ભારતીય મેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારે આ ટીમમાં ગુજરાતનો માનવ ઠક્કર અને હરમિત દેસાઈ પણ હતો. એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા હરમીત દેસાઇ અને માનવ ઠક્કરે ટેબલ ટેનિસ ગેમ્સમાં બ્રોન્સ મેડલ જીત્યો છે.



[[{"fid":"181171","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian Games 2018","field_file_image_title_text[und][0][value]":"Asian Games 2018"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Asian Games 2018","field_file_image_title_text[und][0][value]":"Asian Games 2018"}},"link_text":false,"attributes":{"alt":"Asian Games 2018","title":"Asian Games 2018","class":"media-element file-default","data-delta":"2"}}]]


હરમિત દેસાઈ આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધારી ચૂક્યો છે. ટેબલ ટેનિસમાં ટીમ ઇવેન્ટમાં બ્રોન્સ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કરનાર સુરતના હરમીત દેસાઇ અને માનવ ઠક્કર આજે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં તેઓનું ટેબલ ટેનિસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના અધિકારીઓ સહિત પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.