સુરત : સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઇ સાજા થયેલા 94 વર્ષાં વૃદ્ધ માજીને ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું કે, મને ઘરે નથી જવું, અહીં જ રાખો અહીં ઘર જેવું જ છે. મને અહીં ખુબ જ ગમે છે. આટલું કહેતા માજીની આંખો છલકાઇ ગઇ હતી. સાથે સાથે સેન્ટર પર રહેલા સેવકો અને અન્ય સ્ટાફની આંખો  પણ છલકાઇ ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જડીબેન ઓલપાડનાં રહેવાસી છે. જો કે તેઓ કોરોના સંક્રમીત થયા હતા. તેમનો સંપુર્ણ પરિવાર કોરોના સંક્રમિત થયો હતો. પૌત્ર જિતેન્દ્રભાઇએ કહ્યું કે, નવાઇની વાત છે કે, રોજિંદી કસરત કરીને સ્વાસ્થયને તંદુરસ્ત રાખતા જડીબેન તેમના જીવનકાળ દરમિયાન એક પણ વાર બિમાર થયા નથી. હાલ તેઓ સુરતમાં પોતાના એક સગાને ત્યાં રહી રહ્યા છે. 


જિતેન્દ્રભાઇએ કહ્યું કે, અમે જામનગરનાં વતની છીએ. ખેતી કરી જીવન ગુજારતા આવ્યા છીએ. 30 વર્ષ પહેલા દાદાના મૃત્યુ બાદ દાદીએ હિંમત ન હારી સંઘર્ષ સાથે પરિવારનું પાલનપોષણ કર્યું છે. દાદીના 94 વર્ષનાં કેરિયરમાં ક્યારે બિમાર પડ્યા તે કહેવું મુશ્કેલ છે. હાલ તો તેમના પરિવારનાં 5સભ્યો કોરોના સંક્રમિત થયા છે. જે કે આ તમામ પૈકી દાદી પણ સૌથી પહેલા રિકવર થઇ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube