સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ આપવા ખોડલધામ ટ્રસ્ટ અત્યાધુનિક બિલ્ડિંગ બનાવશે, દરેક સમાજના યુવાનોને ફાયદો!
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં તાલીમ લઈને સરકારી નોકરી મેળવનાર 6 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના હસ્તે બિલ્ડીંગનું ભૂમિ પૂજન ટૂંક સમયમાં કરવામાં આવશે.
ઝી ન્યૂઝ/રાજકોટ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌરાષ્ટ્રના યુવાનો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ આપવા માટે અત્યાધુનિક બિલ્ડિંગ બનાવશે. દરેક સમાજના યુવાનો તેમાં તાલીમ લઈ શકે તેવું આયોજન કરવાની જાહેરાત કરી છે.
700 યુવાનો તાલીમ લઈ શકે તેવું બિલ્ડિંગ બનાવાશે. રાજકોટના ન્યુ માયાણી નગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ ભવન પાસે જ આશરે 601 વારમાં બિલ્ડીંગ બનાવવામાં આવશે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં તાલીમ લઈને સરકારી નોકરી મેળવનાર 6 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના હસ્તે બિલ્ડીંગનું ભૂમિ પૂજન ટૂંક સમયમાં કરવામાં આવશે.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો, યોગા કલાસ, કરાટે અને જુડોની ટ્રેનિંગ, ફિઝિયોથેરાપી સેન્ટર સહિતના શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના નવા અદ્યતન બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ.
સર્વ સમાજના વધુને વધુ વિદ્યાર્થીઓને તાલીમ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજકોટ શહેરમાં ન્યુ માયાણીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ ભવન પાસે જ આશરે 601 વાર જગ્યામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટનું આ અદ્યતન બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આ ભૂમિપૂજન પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને દાતાઓએ હાજરી આપી હતી. આ નવનિર્મિત બિલ્ડિંગ આશરે એક વર્ષમાં કાર્યરત થઈ જશે તેમ સંસ્થાની એક યાદીમાં જણાવાયુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube