લાલચી સાસરિયા પુત્રવધુને દહેજ માટે કરી પરેશાન, સાસુ તમામ વસ્ત્રો ઉતારીને કહેતી...
* લાલચી સાસુ પુત્રવધુ પાસે કરાવતી હતી ન કરાવવાનાં કામ
* પુત્રીનો જન્મ થયા બાદ સાસુએ લાજ શરમ મોભારે મુક્યાં
* સંડાસ પાસે બેસાડીને વાસી ભોજન ખવડાવવાનો આરોપ
અમદાવાદ : શહેરના મધ્યમવર્ગની પરિણીતાને તેની સાસુએ નગ્ન થઇને પોતે દેવી હોવાનું કહીને ડરાવતી હતી. પરિણીતાએ દીકરીને જન્મ આપ્યા બાદ તેની સાથે સાસરિયા એટલી પરેશાન હતા કે, તેને સંડાસની બાજુમાં બેસીને જમવા માટે મજબુર કરતા હતા. સતત ત્રાસથી પરેશાન પરિણીતાએ આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે કેસ દાખલ કરીને તપાસ આદરી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી અંજલીના લગ્ન પોતાનાં સમાજના રિવાજ મુજબ થયા હતા. મધ્યમ વર્ગીય પરિવારમાં યુવતીના લગ્ન થયા ત્યારથી જ લાલચુ સાસરિયા અને ત્રાસ ગુજારવાનુ શરૂ કરી દીધું હતું.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડે દાણીલીમડામાંથી 37 બાળમજૂરોને છોડાવ્યા, થતુ હતું અમાનવીય વર્તન
યુવતીનો પતિ કામ પર જાય એટલે તેના સાસુ યુવતીની સામે તમામ કપડા ઉતારી નાખતા હતા. જોરજોરથી બુમો પાડીને તેને ડરાવતી હતી. જ્યારે આ વિશે તેણે તેના પતિને કહ્યું તો તેણે માતાને દેવીનો પવન આવે છે તેમ કહીને વાત ઉડાવી દીધી હતી. આ વાત અહીં પતાવવાને બદલે યુવતી મારઝુડ સુધી પહોંચી ગઇ હતી. યુવતીને દીકરીનો જન્મ થયા બાદ સાસુ અને અન્ય લોકો સતત ત્રાસ ગુજારતા હતા. યુવતીને જમવા માટે રાતનું વધેલુ ખાવામાં આપતું હતું. યુવતીને સંડાસની બાજુમાં બેસાડીને જમવા માટે મજબુર કરવામાં આવતી હતી.
અમદાવાદ પોલીસની દાદાગીરી, માસ્ક ન પહેરનાર યુવકને જાહેરમાં માર માર્યો
આ ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ તેના ભાઇનેવાત કરી હતી. સાસરિયા અને પતિએ કોઇ સમાધાન ન કરતા આજે દીપાને કોઇને ત્યાં પોતાની દીકરી સાથે રહેવું પડે છે. જ્યારે દીપાએ આ સમગ્ર હકીકત પોલીસને જણાવી તો મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દીપાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીઓનાં શોષણ અને સામાજિક ત્રાસ આપવા બાબતે પોલીસ સક્રિય છે. આવા કિસ્સામાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube