ગૌરવ પટેલ, અમદાવાદ : હાલમાં આખા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતમાં તંત્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કડક હાથે પગલાં લઈ રહ્યું છે. હાલમાં અમદાવાદ મહાનગર પાલિકાએ ખાસ ઘરોની બહાર ગ્રીન સ્ટિકર લગાડવાની કરી છે. હકીકતમાં શરૂઆતમાં જે લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા હતા તેમના નિવાસ સ્થાન બહાર લાલ કલરના સ્ટિકર લગાડવામાં આવ્યા હતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને ડામવા તંત્ર ખડેપગે પણ આમ છતાં ઘોર બેદરકારીનો મોટો કિસ્સો આવ્યો સામે


.હવે આ લોકોનો હોમ કોરોન્ટાઇનનો 14 દિવસનો સમય પુર્ણ થયો તેમના મકાન આગળ ગ્રીન સ્ટિકર લગાડવામાં આવ્યા છે. ગ્રીન સ્ટિકર લગાડવાનો ઉદ્દેશ ખાસ છે. હકીકતમાં કોરોન્ટાઇન પરિવારની આસપાસના લોકો ડર વિના રહી શકે અને કોરોન્ટાઇન થયેલા પરિવાર જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ઘરની બહાર નીકળી શકે એ માટે તંત્ર દ્વારા ગ્રીન સ્ટિકર લગાવવામાં આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube