મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં જમતા સો વાર વિચારજો! વેજ મેક્સિકન હોટપોટમાંથી ચીકનના પીસ નીકળ્યા, VIDEO વાયરલ
સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્ટમાં એક યુવક મિત્રો સાથે જમવા ગયો હતો. જ્યાં યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ યુવકે જમાવનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગ્યું હતું
ઝી બ્યુરો/અમદાવાદ: જમવામાં જીવાત નીકળવી તો હવે સામાન્ય થયું છે, પરંતુ અમદાવાદમાં એક યુવકે જમવામાં વેજ વસ્તુ મંગાવી અને જમવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે જમવામાં ચિકન આવી ગયું છે. જી હા... એક જાણીતી રેસ્ટોરન્ટની કથિત બેદરકારી સામે આવી છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. સાઉથ બોપલની ટોમેટોસ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા શખ્સ દ્વારા શાકાહારી ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ શખ્સે વેજીટેરિયન ઓર્ડર આપ્યો હોવા છતાં તેને નોનવેજ પીરસાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શંકાસ્પદ જમવાનું ચેક કરતા વેજના બદલે નોનવેજ પીરસાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક વ્યક્તિએ વેજીટેરિયન ખાવાનું મંગાવ્યું હતું અને રેસ્ટોરન્ટ વાળાએ નોનવેજ ખાવાનું આપી દીધું હતું.
શંકાસ્પદ જમવાનું ચેક કરતા હોશ ઊડી ગયા
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્ટમાં એક યુવક મિત્રો સાથે જમવા ગયો હતો. જ્યાં યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ યુવકે જમાવનું શરૂ કર્યું, ત્યારે જમવાનું શંકાસ્પદ લાગ્યું હતું. શંકાસ્પદ જમવાનું ચેક કરતાની સાથે જ તેઓના હોશ ઊડી ગયા હતા. કારણ કે, અંદરથી ચિકન નીકળ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું હતું. પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે.
આ ઓર્ડર માટે તેમણે 1926 રૂપિયા ચૂકવ્યા હતા
અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોસ રેસ્ટોરન્માં ગઈકાલે રાત્રે મીત રાવલ નામનો યુવક મિત્રો સાથે જમવા ગયો હતો. જમવામાં તેણે વેજ મેક્સિકન હોટપોટ, ચોકલેટ ટ્રફલ, દાળ મખની, પરાઠા, રાઈસ અને ગુલાબજાંબુ મંગાવ્યાં હતાં. પરંતુ ઓર્ડર આવ્યા બાદ રેસ્ટોરન્ટમાં જ મીત તેના મિત્રો સાથે જમી રહ્યો હતો. તે દરમિયાન હોટપોટ શંકાસ્પદ લાગ્યું, જેથી અંદર તપાસ કરી તો હોટપોટમાં ચિકન મળી આવ્યું હતું. વેજ મેક્સિકન હોટપોટ ઓર્ડર કર્યું, છતાં તેમાં ચિકન આવતા તમામ રોષે ભરાયા હતા. તમને જણાવી દઈએ કે આ ઓર્ડર માટે તેમણે 1926 રૂપિયા ચૂકવ્યા હતા.
મેનેજર દ્વારા ગોળગોળ વાતો કરી
આ સમગ્ર ઘટના અંગે રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવીને ફરિયાદ કરી ત્યારે તેમણે કબૂલ્યું કે તમે વેજ જ ઓર્ડર કર્યો હતો. પરંતુ મીતે માલિક સાથે સંપર્ક કરી ફરિયાદ કરવાનું જણાવ્યું ત્યારે મેનેજર દ્વારા કોઈ જવાબ ન આપીને ગોળગોળ વાતો કરવામાં આવતી હતી. મીતે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી છે.