ગોંડલ: ખેડૂતો પાસેથી મગફળીના વધુ રૂપિયા વસૂલતો વીડિયો વાઈરલ
મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી છે. ત્યારે હવે ખેડૂતો પાસે 1200 રૂપિયા લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
રક્ષિત પંડ્યા/ભાવનગર : મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી છે. ત્યારે હવે ખેડૂતો પાસે 1200 રૂપિયા લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
ગોંડલ માર્કેટયાર્ડમાં આવેલા મગફળી ખરીદી કેન્દ્રનો વીડિયો વાઇરલ થયો હતો. આ વાઈરલ વીડિયો અંગે નવો જ ખુલાસો સામે આવ્યો છે. વીડિયોમાં રાજપરા ગામનો ખેડૂત છે. જેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડેપ્યુટી કલેકટરે ખેડૂતનું નિવેદન લીધું છે. સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર તપાસ કરશે. તપાસમાં બાદ ફરિયાદ નોંધાશે.
ઉલ્લેખનીય છે કે, માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસે ધાકધમકીથી નાણાં માગવાનો આરોપ આપવામાં આવે છે. મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી 1200 રૂપિયા લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે ખેડૂતોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
આ વીડિયોના વાઈરલ થતા અનેક સવાલો સામે આવ્યા છે. જેમ કે, શું મગફળીના વેચાણમાં મોટાપાયે ગેરરીતિ થાય છે, શું ખેડૂતોને ટેકાના ભાવ માટે ધમકી આપવામાં આવે છે, શું ટેકાના ભાવ મુદ્દે પણ વચેટિયા સક્રિય થયાં છે, કોણ છે આ વચેટિયો ભરત, શું વચેટીયા ખાયકી કરી રહ્યા છે, કોણ છે આ વચેટિયાના મુખ્ય સૂત્રધાર વગેરે વગેરે...