• . રાજકોટ જિલ્લામાં 11 તાલુકાના 8 સેન્ટરો પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

  • રાજકોટના જુના યાર્ડમાં રાજકોટ તાલુકો, લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતો રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

  • સવારથી જ રજિસ્ટ્રેશન સ્થળ પર ખેડૂતોની ભીડ ઉમટી હતી. યાર્ડમાં અધિકારીઓની હાજરી છતાં કોઈ નિયમનું પાલન ન થયું 


રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં આજથી મગફળીની ટેકાના ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. સરકાર દ્વારા 20 કિલોના રૂપિયા 1055 ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. ત્યારે ખેડૂતો આખો મહિનો નોંધણી કરાવી શકશે. રાજકોટ જિલ્લામાં 11 તાલુકાના 8 સેન્ટરો પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ માટે જિલ્લાના મોટાભાગના યાર્ડમાં મગફળીના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના જુના યાર્ડમાં રાજકોટ તાલુકો, લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતો રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતો ગોંડલ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરી શકશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરવી શકશે. આગામી 21 ઓક્ટોબરે સરકાર ખરીદી શરૂ કરશે. એક ખેડૂત પાસે વધુમાં વધુ 2500 કિલો મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે રાજકોટ યાર્ડમાં ચેરમેન ડી.કે સખીયાએ મગફળી રજિસ્ટ્રેશન કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ કહ્યું કે, પહેલા દિવસે થોડી અગવડતા થાય પણ આવતા દિવસોમાં વધુ વ્યવસ્થા કરવામાં આવશે. અમે અધિકારીઓને રજૂઆત કરી છે. ખેડૂતોની અગવડતા દૂર કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં VCE હડતાળ જલ્દીથી સમેટાઇ તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.


આજથી મગફળીની ટેકાના ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. 10.30 ના ટકોરે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ત્યારે સવારથી જ રજિસ્ટ્રેશન સ્થળ પર ખેડૂતોની ભીડ ઉમટી હતી. યાર્ડમાં અધિકારીઓની હાજરી છતાં કોઈ નિયમનું પાલન થતું હોય તેવું જોવા મળ્યું ન હતું. સાથે જ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો.