અમદાવાદ :તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ ગૃહિણીઓને સારા સમાચાર મળ્યા છે. તહેવારો આવતા જ ફરસાણ અને મીઠાઈ બનાવવું હવે તેમના માટે સસ્તુ બનશે. કારણ કે, સિંગતેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો ઘટાડો થયો છે. હજી ગત સપ્તાહમાં જ સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ADC બેંક કેસમાં આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે


પામોલિન તેલના ભાવ ઘટતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. આમ, જન્માષ્ટમી પૂર્વે ભાવઘટાડો થતાં લોકોને રાહત મળી છે. જૂન મહિનાના અંતમાં સીંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે આ ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. પરંતુ હવે ફરીથી ભાવ ઘટતા ગૃહિણીઓને હાશકારો થશે. 


નવસારી : લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતા મહિલાને મૌલવીની મદદ લેવું ભારે પડ્યું

તો બીજી તરફ, જુલાઈ મહિનાથી નવેમ્બર સુધી વિવિધ તહેવારો આવતા હોય છે. ત્યારે મોટાભાગે તેલમાં તળેલી વાનગીઓ બનતી હોય છે. આવામાં જો તેલના ભાવમાં વધારો થાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે. ત્યારે જો સિંગતેલના ભાવમાં ઘટાડો થાય તો બજેટને અસર પણ નહિ થાય. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :