ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 30,92,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યારબાદ દ્વિતીય ક્રમે 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું થયું છે. સમગ્ર રાજ્યમાં આ સાલ કપાસનું વાવેતર 11 ટકા વધ્યું છે. તો બીજી તરફ મગફળીનું વાવેતર 7.41 ટકા ઘટ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેતીવાડી વિભાગની વિગતો મુજબ...
- રાજકોટ જિલ્લામાં 4.62 લાખ
- જામનગરમાં 3.03 લાખ,
- મોરબીમાં 2.14 લાખ,
- સુરેન્દ્રનગમાં 3.50 લાખ,
- પોરબંદરમાં 91,600,
- જૂનાગઢમાં 3.12 લાખ,
- અમરેલીમાં 5.19 લાખ,
- ભાવનગરમાં 3.53 લાખ,
- બોટાદમાં 1.69 લાખ,
- ગીર સોમનાથમાં 1.44 લાખ
- દેવભૂમિ દ્વારકામાં 1.75 લાંખ


આણંદમાં પરંપરાગત અષાઢી જોખાઇ, વર્તારા મુજબ ગુજરાતમાં પાક કેવો થશે? આ વર્ષે મૃત્યુદર વધવાનું અનુમાન


કપાસનું 15,42,700 હેક્ટર અને મગફળીનું 12,18,600 હેક્ટરમાં વાવેતર થયું છે.


રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે 4 મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેને લઈને જિલ્લા પંચાયત વિભાગ દ્વારા સર્વે કરી સહાયનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. જોકે વરસાદને કારણે ખેડૂતોને હજુ સુધી કોઈ નુકસાન સામે ન હોવાનું જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું. હાલ ખેડૂતોને વાવેતર કરવાનો સમય હોવાથી ખેડૂતોને કોઈ જ નુકસાન સામે આવ્યું નથી. જો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. હાલ જિલ્લા પંચાયત વિભાગની ટીમો દ્વારા સર્વે કરી સહાય ચૂકવવામાં આવી રહી છે.


ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયા ધડાધડ મોટા નિર્ણય, જીતુ વાઘાણીએ આપી માહિતી


જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે ક્યાંક ક્યાંક વધુ પાણી ભરાઇ જવાને કારણે અવ્યવસ્થાનું નિર્માણ થયું હતું. આ સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે પૂરગ્રસ્ત વિસ્તારોની 63 સગર્ભા મહિલાની ખાસ યાદી તૈયાર કરી હતી. પૂર જેવી સ્થિતિ વચ્ચે પણ સગર્ભાઓને સલામત સ્થળે પહોંચાડી અને 47 જેટલી મહિલાઓની સફળ પૂર્વક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસુતિ કરવવામાં આવી હતી. જોકે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જરૂર જણાય તો સ્થળાંતર કરવા માટે પણ તંત્ર એલર્ટ મોડમાં છે. 2 NDRF અને 2 SDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે.


આ તો ટ્રેલર હતું! આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube