પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ માર્કેટ યાર્ડમાં આમ તો કપાસ અને એરંડાના માલ ની મુખ્ય હરાજી થાય છે પણ પાટણ જિલ્લા માં ચાલુ વર્ષે ખેડૂતો એ મોટા પ્રમાણ માં મગફળી નું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે અને આમ આ ખેડૂતો થોડો ઘણો માલ ડીસા ખાતે માર્કેટ યાર્ડમાં વેચાણ કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોરેન્સ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત, Zee પાસે એક્સકલ્યુઝિવ માહિતી


ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં મગફળીનું વાવેતર મોટુ થતા સીઝનમાં પ્રથમ વખત પાટણ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની હરાજી આજથી શરુ મારવામાં આવી છે અને પ્રથમ દિવસે યાર્ડમાં મગફળીની 500 જેટલી બોરીની આવક થવા પામી છે અને આજના ભાવ પર નજર કરીયે તો ઉંચા ભાવ 20 કિલો ના રૂપિયા 1250 રહેવા પામ્યા છે જયારે નીચા ભાવ રૂપિયા 1000 ની આસ પાસ નો  રહેવા પામ્યો છે.


Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તક


પાટણ એ.પી.એમ.સીમાં આજથી મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે સૌરાષ્ટ્ર બાદ હવે પાટણ જિલ્લામા ધીરે ધીરે મગફળીનું વાવેતર શરુ કર્યું છે અને ખેડૂતોએ હવે પાક ફેર બદલો કર્યો છે આ વખતે પાટણ જિલ્લામાં ખુબજ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને હવે મગફળીનો પાક તૈયાર થઇ ને માર્કેટમાં આવી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના ખેડૂતો બનાસકાંઠાના ડીસા મગફળી વેચવા જતા હતા પરંતુ હવે  પાટણ એ.પી.એમ.સી ખાતે મગફળીની આજથી ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવતા પાટણ જિલ્લા ના ખેડૂતોએ મગફળીના ઢગે ઢગ માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે ખડકી દીધા છે.


4 મેચ, 4 સદી! ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવી રહ્યો છે આ ખેલાડી ,આ ખેલાડી માટે બનશે ખતરો


આજે  પ્રથમ દિવસે ઉંચા ભાવ રૂપિયા 1250નો રહેવા પામ્યો હતો અને નીચો ભાવ રૂપિયા 1000ની આસપાસનો રહેવા પામ્યો છે. મગફળી ન પાકમાં  વીઘે 10 હજારનો ખર્ચ થવા પામે છે તેની સામે આજનો ભાવ પોષણ ક્ષમ રહેતા ખેડૂતોના ચેહરા પર ખુશી જોવા મળી હતી. જોકે વેપારીઓનું માનવું છે કે હાલમાં જે મગફળીનો માલ આવી રહ્યો છે તેમાં ભેજ અને હવાનું  પ્રમાણ વધુ હોય દિવાળી બાદ સારો માલ આવશે અને દિવાળી પછી ભાવ સારા મળશે તેવી આશા દર્શાવી હતી.


ચાણક્યએ કહ્યું ભૂલથી પણ આ 4 બાબતો તમારી પત્નીને ના કહો, જિદંગીભર તમને પસ્તાવો થશે 


નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો નહિવત પ્રમાણમાં મગફળીની ખેતી કરતા હતા. જોકે છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા છે, જેને લઇ પાટણ માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોનું હિત જોતા મગફળીનાં માલનાં શેષમાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.