બનાસકાંઠાઃ સુઇગામમાં મગફળીની ખરીદીમાં મહાકૌભાંડની શક્યતા, ચોંકાવનારી વિગતો આવી બહાર
રાજ્યસરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી હાલતો શંકાના ઘેરામાં છે. ક્યારેક મગફળીના ગોડાઉનમાં આગ લાગી તો કોઇ જગ્યાએ મગફળીમાંથી ઢેફા નિકળવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
અમદાવાદઃ રાજ્યમાં મગફળીની ખરીદીના કૌભાંડ એક બાદ એક બહાર આવી રહ્યાં છે. બનાસકાંઠાના સુઇગામમાં પણ મગફળીની ખરીદીના મહાકૌભાંડની આશંકા છે. સુઇગામમાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવતું નથી તે છતા કરોડો રૂપિયાની ખરીદી કર્યાનું સામે આવ્યું છે. જે આરોપ લાગ્યા છે તે પ્રમાણે સૂઇગામમાં ખરીદી કરનાર એજન્સી ધી ખેતી ઉત્પાદન બજાર સમિતી સુઇગામ દ્વારા 419 ખેડૂતો પાસેથી 8266 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. સુઈગામના ખેડૂતો પાસેથી 3 કરોડ 71 લાખની ખરીદીની કર્યાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે. બીજીતરફ ખેડૂતોએ જ આપેલાં આંકડા અનુસાર 2017માં અતિવૃષ્ટિને કારણે સુઇગામના ખેતરો ધોવાયા હતા. અતિવૃષ્ટિને કારણે 12,409 ખેડૂતોનો 21167.32 હેક્ટર દીઠ વિસ્તારને નુકસાન થયું હતું. જિલ્લામાં મગફળીનું ઉત્પાદન થતું નથી જે મોટો પ્રશ્ન છે ત્યારે જ 2017ની અતિવૃષ્ટિની કારણે હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું હતું ત્યારે મગફળીનું ઉત્પાદન થયું ક્યાં?. ઉત્પાદન થયા વીના મગફળીની ખરીદી ક્યાંથી કરવામાં આવી? ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો આખો મામલો સવાલોના ઘેરામાં છે.
શાપર મગફળી આગ મામલે પરેશ ધાનાણી અને ફાયરમેન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ