મગફળીકાંડમાં પાપ છાપરે ચઢીને પોકાર્યું, ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ
મગફળી કૌભાંડના માસ્ટર માઇન્ડ મગન ઝાલાવડિયા પોલીસ ફરિયાદ રોકવા હવાતિયા મારે છે. તેણે પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે તંત્ર ઉપર પ્રેશર લાવવા નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા.
અમદાવાદ: મગફળીકાંડનું પાપ છાપરે ચઢીને પોકારી રહ્યું છે ત્યારે મગફળીકાંડના સૂત્રધાર મગન ઝાલાવાડિયાની 3 ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. મગફળીકાંડ મામલે ફરિયાદ ન થાય તે માટે મગન ઝાલાવાડિયા હવાતિયા માર્યાનું ઓડિયો ક્લિપમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલામાંથી છટકબારી શોધવા માટે મગન ઝાલાવાડિયા ભાજપના આગેવાન માનસિંગ સાથે વાતચીત કરી હતી. ફરિયાદ ડિલે કરવાની વાતનો પણ ક્લિપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે.
મગફળી કૌભાંડમાં સરકાર માછલીઓને પકડે છે...
મગન ઝાલાવાડિયા કાંકરીવાળી મગફળીનું કામ પતાવી દેશે તેવી ફેંકી ગુલબાંગો કરી હતી. સરકારમાંથી ગમે તેમ દબાણ લાવે તેમ કરવાનું પણ ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે. પોલીસના દાવાને ક્લીપમાં સમર્થન મળે છે. ઝાલાવડિયા દબાણ કરવા ગયોને ભરાઇ ગયા છે.
પરેશ ધાનાણીના સરકાર પર ચાખબા, જુઓ વીડિયો
મગફળી કૌભાંડના માસ્ટર માઇન્ડ મગન ઝાલાવડિયા પોલીસ ફરિયાદ રોકવા હવાતિયા મારે છે. તેણે પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે તંત્ર ઉપર પ્રેશર લાવવા નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. આરોપીઓ સુધી પોલીસ અને તંત્રના હાથ પહોંચે નહી તથા પોતે બધુ સંભાળીને પતાવી દેશે, તેવા ષડયંત્રનો પર્દાફાશ આ ઓડિયો ક્લિપમાં વાતચીત પરથી થાય છે. જેમાં તે માનસિંગ નામના વ્યક્તિ સાથે વાત કરે છે.
ભાજપે ચૂંટણી જીતવા મગફળી કૌભાંડ કર્યું : કોંગ્રેસ
તો બીજી તરફ કોંગ્રેસના પ્રતિક ઉપવાસ માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજકોટ પહોંચ્યા હતા. પરેશ ધાનાણીએ રાજકોટમાં મગફળી કાંડમાં સરકાર આક્ષેપ કરતા જણાવ્યું કે, મગફળી કાંડમાં તમામ મંડળીઓ અને ગોડાઉનની સરકાર તપાસ કરે તે જરૂરી છે. ઉપરાંત આગામી દિવસોમાં મગફળી કાંડનું આંદોલન વધુ ઉગ્ર બનવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. સાથે સાથે ગામડે-ગામડે મગફળીકાંડની વાત ખેડૂતો સુધી જઈ જવાની વાત કરી હતી. રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ધરણાંનું આયોજન કરાયું છે. મગફળીકાંડની તપાસ ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા કરાવવાની માગ સાથે આ ધરણા કરાઈ રહ્યા છે. ગાંધીચિંધ્યા માર્ગે શરુ થયેલા આ પ્રતિક ઉપવાસ - ધરણાં કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના અનેક નેતાઓ પણ જોડાયા હતા.