GSEB SSC, HSC Result 2024 Date and Time: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જલદી જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધો.10નું પરિણામ જાહેર થઇ શકે છે. લોકસભાની ચૂંટણીને લઇ એક મહિનો વહેલું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામના કાર્ય બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે


ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર થઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંતમાં જાહેર થઈ શકે છે. જ્યારે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 12 સાયન્સનું પરિણામ પણ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. GSEB ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ Bseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે. 


આ મહિનાના અંત સુધીમાં તૈયાર થશે માર્કશીટ
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલ વિદ્યાર્થીઓના માર્ક્સની ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. એપ્રિલ મહિનામાં અંત સુધીમાં ડેટા એન્ટ્રી અને માર્કશીટ તૈયાર થઈ જશે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.


15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે


ઉલ્લેખનિય છે કે, મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે. કારણ કે શિક્ષકો જ્યારે પરિણામની કામગીરીથી ફ્રી થશે એટલે તેમને  ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે.