ધોરણ-12 સાયન્સ પરિણામઃ રાજ્યમાં ધ્રોલ કેન્દ્રનું સૌથી ઉંચુ પરિણામ, બોડેલી કેન્દ્રનું નીચું
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, A-ગ્રૂપનું પરિણામ 78.92%, B- ગ્રુપનું પરિણામ 67.26% અને AB-ગ્રૂપનું પરિણામ 64.29% જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે, આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું સરેરાશ 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 84.47 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81 ટકા આવ્યું છે. કેન્દ્ર પ્રમાણે ધ્રોલ કેન્દ્રનું રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. બોર્ડ દ્વારા ધ્રોલ કેન્દ્રનું 91.60 ટકા પરિણામ જાહેર કરાયું છે, જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી નીચું 27.19 ટકા પરિણામ જાહેર થયું છે.
ધ્રોલ કેન્દ્રમાં કુલ 490 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી 488એ પરીક્ષા આપી હતી અને તેમાંથી 447 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. 41 વિદ્યાર્થીનું પાસિંગ માર્ક સાથે પાસ થયા છે. બોડેલી કેન્દ્રમાં કુલ 570 વિદ્યાર્થી નોંધાયા હતા અને તમામ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. 570માંથી 155 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે, જ્યારે 415 વિદ્યાર્થીએ માત્ર પાસિંગ માર્ક મેળવેલા છે. જિલ્લા દીઠ પરિણામ જાણો ...
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં A-ગ્રૂપનું પરિણામ 78.92%, B- ગ્રુપનું પરિણામ 67.26% અને AB-ગ્રૂપનું પરિણામ 64.29% જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી પ્રમાણપત્ર લેવાને લાયક 89,060 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે.
અમદાવાદમાં એલીસબ્રીજ કેન્દ્રનું સૌથી શ્રેષ્ઠ 85.81 ટકા પરિણામ જાહેર થયું હતું. વડોદરા શહેરમાં ફતેહગંજ કેન્દ્રનું સૌથી શ્રેષ્ઠ 86.36 ટકા પરિણામ જાહેર થયું છે.
રાજ્યના આઠ જિલ્લામાં A1 ગ્રેડ ધરાવતા એક પણ વિદ્યાર્થી પાસ થયા નથી. ડાંગ, પાટણ, દાહોદ, નર્મદા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહિસાગર, દીવ આદિવાસી વિસ્તારમાં A1 ગ્રેડ ધરાવતો એક પણ વિદ્યાર્થી નથી. લોકસભા ચૂંટણીમાં સૌથી ઉંચું મતદાન આદિવાસી વિસ્તારમાં થયું હતું. જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવવામાં નબળા આદિવાસી વિસ્તાર નબળા સાબિત થયા છે.
વધુ વાંચો ...