ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, 100 ટકા પરિણામ ધરાવતી 222 શાળા
આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે.
રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વર્ષે 222 રહી છે અને 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 79 છે.