GSHSEB: આ રીતે ચેક કરી શકશો ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ, જાણો પ્રક્રિયા
GSEB SSC, HSC Result 2023 Date and Time: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જલદી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ સ્ટેપ્સને ફોલો કરી પોતાનું પરિણામ જોઈ શકશે.
ગાંધીનગરઃ GSEB SSC, HSC Result 2023 Date and Time: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જલદી જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 (સામાન્ય પ્રવાહ) ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી નથી.
જીએસઈબી ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ Bseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે. નોંધનીય છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 2 મેએ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 65.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
જીએસઈડી એસએસસી, એચએસસી પરિણામ કઈ રીતે ચેક કરશો?
ગુજરાત બોર્ડ સ્કૂલ લોગિનના માધ્યમથી જીએસઈબી ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરશે. માત્ર સ્કૂલોને WWW.gseb.org પર એસએસસી, એચએસસી પરિણામ 2023 ચેક કરવાની મંજૂરી હશે. વિદ્યાર્થીઓએ જીએસઈબી એસએસસી, એચએસસી પરીક્ષા પરિણામ 2023 પ્રાપ્ત કરવા માટે પોતાની સ્કૂલો સાથે જોડાવું પડશે.
આ પણ વાંચોઃ 22 રૂમના ભવ્ય બંગલામાં રોકાશે બાબા બાગેશ્વર, ગેલેરીથી ભક્તોને આપશે દર્શન
જીએસઈબી ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરવા માટે સ્ટેપ્સ
સ્ટેપ 1- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org ઓપન કરો
સ્ટેપ 2- હોમપેજ પર જીએસઈબી બોર્ડ એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 પર ક્લિક કરો
સ્ટેપ 3- સ્કૂલ ઇંડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરો
સ્ટેપ 4- સબમિટ બટન પર ક્લિક કરો
સ્ટેપ 5- જીએસઈબી એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 સ્ક્રીન પર ાવી જશે.
સ્ટેપ 6- રિઝલ્ટ ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો.
જીએસઈબી ધોરણ 10 તથા 12માં પાસિંગ માર્ક્સ
જીએસઈબી બોર્ડ એસએસસી, એચએસસી 2023ની યોજનાઓ અનુસાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયોમાં ઓછામાં ઓછો ગ્રેડ ડી પ્રાપ્ત કરવો પડશે. વિષયોમાં ગ્રેડ ઈ1 કે ગ્રેડ ઈ2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીએસઈબી પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક મળશે.
આ પણ વાંચોઃ ગરીબ હોય કે ધનવાન, બધાના સંતાનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં થાય
જીએસઈબી 10 અને 12ના બોર્ડ રિઝલ્ટ માર્કિંગ સ્કીમ
જીએસઈબી 2023 માર્કિંગ સ્કીમ ગુજરાત બોર્ડ અનુસાર એ1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 90 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરવા પડશે, એ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 80 અને 90 ટકા માર્ક્સ વચ્ચે. જ્યારે 70થી 80 ટકા સુધી અંક મેળવનાર વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળે છે. સૌથી નિચલો ગ્રેડ-ડી, 40 કે તેનાથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube