GSEB SSC Result 2022 Date: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ 2022 જાહેર કરશે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર GSEB SSC પરિણામની તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવશે. જ્યારે અધિકારીઓએ હજી સુધી ધો.10ના પરિણામની કોઈ તારીખ શેર કરી નથી. જુદા જુદા અહેવાલો સૂચવે છે કે પરિણામ જૂનના ત્રીજા સપ્તાહમાં આવે તેવી શક્યતા છે. ધોરણ 10નુ પરિણામ જૂનમાં 15 જૂનથી 18 જૂન વચ્ચે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન 2022માં પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે. બોર્ડે HSC અને SSCનું પરિણામ જાહેર કરવા માટે કોઇ તારીખ કે સમય જાહેર કર્યો નથી. મહત્વનું છે કે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરિણામની રાહ જોઇ રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.


હાર્દિકે કહ્યું PM મોદીનો સિપાઈ અને ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ, જાણો કેસરિયા કરવાનું સાચું કારણ


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, GSEB HSC સામાન્ય પરિણામ આગામી સમયમાં સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યારબાદ SSC પરિણામો જાહેર કરવામાં આવશે. GSEB SSC માટે શેર કરેલી કામચલાઉ તારીખો જૂન 15 થી જૂન 18 છે. જે વિદ્યાર્થીઓ તેમના GSEB SSC પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ અધિકૃત વેબસાઇટ પર તપાસ કરે. ભૂતકાળમાં ગુજરાત બોર્ડે એચએસસીના સામાન્ય પરિણામો પહેલા એસએસસીના પરિણામો પણ જાહેર કર્યા છે. પરિણામ જાહેર કર્યાની તારીખના એક દિવસ પહેલા નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે.


Shweta Brahmbhatt To Join BJP: શ્વેતા બ્રહ્મભટ્ટ આજે કેસરિયા કરશે, કમલમમાં જતાં પહેલાં બીજી રાજકીય ઈનિંગ્સ માટે કરી પ્રાર્થના


GSEB SSC 2022 ની પરીક્ષા માટે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત બોર્ડ, GSEB ધોરણ 10 માં પાસ થવા માટે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 33 ટકાની જરૂર છે. જે વિદ્યાર્થીઓ બોર્ડના નિયમ મુજબ એક કે બે વિષયમાં જરૂરી ટકાવારી મેળવવામાં નિષ્ફળ જાય છે, તેઓ વિષયો પાસ કરવાના બીજા પ્રયાસ માટે કમ્પાર્ટમેન્ટ અથવા ફરીથી પરીક્ષા માટે અરજી કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube