જામનગર: સિક્કા ગામમાં GSFCની દિવાલ બાબતે ગામ લોકોનો વિરોધ, સ્થિતિ બેકાબુ
સિક્કાના ગામમાં જીએસએફસી દ્વારા દિવાલ બનાવતાં ગ્રામજનોએ કામ અટકાવ્યું અને હોબાળો કર્યો હતો. સવારથી જ ગ્રામજનો જીએસએફસી સામે વિરોધ કરી રહ્યા હતા. આ અંગે ગ્રામજનો અને કલેક્ટર વચ્ચે એક બેઠક નિષ્ફળ નિવડી હતી. દિવાલના વિરોધમાં સંખ્યાબંધ ગ્રામજનો વિરોધ કરવા માટે બેઠા હતા.
મુસ્તાક દલ/જામનગર: સિક્કાના ગામમાં જીએસએફસી દ્વારા દિવાલ બનાવતાં ગ્રામજનોએ કામ અટકાવ્યું અને હોબાળો કર્યો હતો. સવારથી જ ગ્રામજનો જીએસએફસી સામે વિરોધ કરી રહ્યા હતા. આ અંગે ગ્રામજનો અને કલેક્ટર વચ્ચે એક બેઠક નિષ્ફળ નિવડી હતી. દિવાલના વિરોધમાં સંખ્યાબંધ ગ્રામજનો વિરોધ કરવા માટે બેઠા હતા.
તંત્રએ પણ દિવાલની કામગીરી શરૂ રાખવાનો આદેશ આપ્યો છે. પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ગ્રામજનો સામે પહોચી વળવા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. આગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્રજ 207 વાન પણ બોલાવી લેવામાં આવી હતી.
અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ થયા ગુમ
સિક્કામાં ગ્રામજનોના દ્વારા કરવામાં આવેલા હોબાળામાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. દિવાલનું કામ કરતાં જેસીબીને ગ્રામજનોએ આડા ઉતરી અટકાવ્યું હતું. આ ઘટના બનતા જેસીબી ચાલક તાત્કાલિક જેસીબી લઈને સ્થળ પરથી ભાગ્યો હતો.
મેઘરાજાને રીઝવવા બનાસ ડેરીએ કર્યો પર્જન્ય યજ્ઞ, 21 લાખ છોડ વાવેતરનો કર્યો સંકલ્પ
જુઓ LIVE TV:
જીએસએફસી જબરદસ્તી કામ શરૂ કરતાં મામલો બીચક્યો હતો. ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભાગા ભાગીના દ્રશ્યો પણ સર્જાયા હતા. તમામ ગ્રામજનો ઘટના સ્થળે બેસી ધરણાં કર્યા હતા. પોલીસ દ્વારા તમામ ગ્રામજનોને સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો દિવાલનું કામ થશે તો ગ્રામજનો કોઇ પણ કાળે હટશે નહીં. સિક્કા ગામમાં અત્યારે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે.