ગાંધીનગરઃ કોરોના વાયરસ (Corona virus) ને કારણે વર્ષ 2020-2021ના શૈક્ષણિક કેલેન્ડરને મોટી અસર પડી છે. કોરોના કાળમાં શાળાઓ બંધ રહી ત્યારે ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં શાળાઓ પુનઃ શરૂ થઈ ગઈ છે. પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર જોવા મળી છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા  ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે થશે પરીક્ષાનું આયોજન
કોરોના કાળમાં બંધ રહેલા શિક્ષણ કાર્યને ધ્યાનમાં રાખવા આ વર્ષે શૈક્ષણિક વર્ષ મોડુ પૂરુ થવાનું છે. દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં પરીક્ષાઓ લેવાતી હોય છે. પરંતુ આ વર્ષે શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે શિક્ષણ વિભાગે જાહેર કરેલી તારીખો પ્રમાણે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવામાં આવશે. 


આ પણ વાંચોઃ રાજ્યમાં ફરી વધી રહ્યો છે કોરોના, સતત ત્રીજા દિવસે 300થી વધુ કેસ નોંધાયા


આ તારીખથી શરૂ થશે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા
ગુજરાત શિક્ષણ વિભાગની માહિતી પ્રમાણે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાનું આયોજન જૂન મહિનામાં કરવામાં આવશે. આ વર્ષે 7 જૂનથી ધોરણ 9 અને 11ની પરીક્ષા શરૂ થશે. જેને 15 જૂન સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube