Surat News ચેતન પટેલ/સુરત : સુરતના ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર GSRTC ની બસ અડફેટે ઓરિસ્સાવાસી યુવકનું કરુણ મોત થયું છે. ઘટનાને પગલે ભેસ્તાન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતકના સબંધીનાં જણાવ્યાનુસાર, યુવક કામેથી ઘરે પરત ફરી રહ્યો હતો. જે દરમ્યાન મોપેડ પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ યુવક પાસેથી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો.જ્યાં ત્રણેય શખ્સોથી બચવા યુવક બીઆરટીએસ રૂટ ક્રોસ કરી ભાગવા જતા બસની અડફેટે મોતને ભેટ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાતની ઘટના 
ભેસ્તાન પાસે આવેલા સિદ્ધાર્થ નગર પાસે એસટી બસને અકસ્માત થયો હતો. સિદ્ધાર્થ નગર પાસે એસટી બસ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યુ હતું. મોડી રાત્રે આ ઘટના બની હતી. રસ્તો ક્રોસિંગ કરતા વખતે બીઆરટીએસ બસે યુવકને અડફેટે લીધો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થઈ ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક, ખાતેદારો સલવાયા


બસ ચાલકોની બેદરકારીના ભોગ બનતા માસુમ
સુરતમાં બીઆરટીએસ રૂટ પટ ખાનગી વાહનો અને GSRTC ની બસોના પ્રવેશ પર પ્રતિબંધ છે. છતાં કેટલાક ખાનગી વાહન ચાલકો અને GSRTC ના બસ ચાલકોની બેદરકારીના કારણે સમયાંતરે અકસ્માત જેવી ઘટનાઓ સામે આવે છે. જ્યાં આવી જ એક ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારમાં બની હતી. બીઆરટીએસ રૂટ પર પ્રતિબંધ છતાં અહીંથી બેફામ જતી GSRTC બસની અડફેટે યુવકનું કરુણ મોત થયું હતું. 


ગુજરાતની આ બેંકની માન્યતા RBI એ કરી રદ, ખાતું હોય તો ચેતી જજો


ત્રણ યુવકોએ મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો 
મૃતકના સંબંધીઓના જણાવ્યાનુસાર, મૂળ ઓરિસ્સાનો વતની સાગર બહેરા સંચા ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. ગત રોજ સાંજના સમયે સાગર બહેરા કામેથી ઘરે જવા નીકળ્યો હતો. ભેસ્તાન સિદ્ધાર્થ નગર ખાતે આવેલ બીઆરટીએસ જંક્શન પાસેથી પસાર થતી વેળાએ મોપેડ પર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ તેની પાસેથી મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ શખ્સોના ચુંગાલમાંથી ભાગી સાગર બીઆરટીએસ રૂટ ક્રોસ કરવા ગયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે દોડી આવેલી બસની અડફેટે સાગરનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં બસ ચાલક અને મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ છે. 


Skin Care: આ ગુજરાતનું વસાણું ખાવાથી ઠંડીમાં ચામડી મલમલ જેવી મુલાયમ થઈ જશે