ઝી બ્યુરો/ગાંધીનગર: રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. રક્ષાબંધનને લઈને GSRTC દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારને કારણે બસમાં ભીડને જોતા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 500 બસો રક્ષાબંધનના દિવસે વધારાની મુકવામાં આવશે. જે રાજ્યભરમાં 2000થી વધુ ટ્રીપ લેશે. ગત વર્ષે રક્ષાબંધનના દિવસે 400 બસોની 1500 ટ્રીપની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વધારાની બસ 28થી 9 સપ્ટેમ્બર સુધી સેવા આપશે. આ સાથે જો કોઈ ગ્રુપ ફરવા માટે બુકીંગ કરાવશે તો તે માટેની પણ સુવિધા GSRTC આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણ! ભાજપ માટે કહી ખુશી કહી ગમ : કોંગ્રેસ માટે ખુશખબર, બદલાયા સમીકરણો


રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધારાની બસોના સંચાલન થકી એસટી નિગમ અંદાજે 80 લાખથી વધુનો લક્ષ્યાંક રાખી રહ્યું છે.  ગયા વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન 500 જેટલી વધારાની બસ થકી 2000 જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનાથી નિગમને 80 લાખની આવક થઈ હતી. 


Aditya L-1 Mission: ચંદ્ર પછી હવે સૂરજનો વારો, બે સપ્ટેમ્બરે લોન્ચ થશે ઇસરોનું સૂર્ય


મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જોવા મળતો હોય છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના-મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ. ટી બસનો ઉપયોગ કરતા હોય છે.


આખરે શું ચાલી રહ્યું છે શરદ પવારના મનમાં? ભત્રીજા અજિત પવાર વિશે આપ્યું મોટું નિવેદન


દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ 2023 બંનેના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વ પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવી એ માત્ર એક રિવાજ નથી પણ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે.


ચંદ્રયાન-3નો 615 કરોડનો ખર્ચ પણ આ કંપનીઓની માર્કેટકેપમાં 31 હજાર કરોડનો વધારો