હેડ ક્લાર્કનું પેપર ફૂટવા મુદ્દે અસિત વોરાએ એક લીટીમાં કહી દીધું કે... અમને કોઈ પુરાવા નથી મળ્યા
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના થયા બાદ સરકારી તંત્ર દોડતું થયુ છે. એક તરફ પરીક્ષા આપનાર 88 હજાર ઉમેદવારનું ભાવિ જોખમમાં છે, ત્યાં બીજી તરફ, મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, અત્યાર સુધી પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી, ન તો કોઈ ફરિયાદ અમારી પાસે આવી છે. છતાં જો ગેરીરિત થયેલી હશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે.