હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારીની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ત્યારે 9 જુલાઈના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ ગાંધીનગર દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારી વર્ગ-3 સંવર્ગ માટે તા. 23 જૂલાઈ 2019 ના રોજ જાહેરાત ક્રમાંક 184/201920 પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજી પત્રકો મેળવવામાં આવેલા હતા અને ઉપરોક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની MCQ-QMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 02 મે 2021 ના રોજ યોજવાનું નક્કી કર્યુ હતું.


આ પણ વાંચો:- મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મુદ્દે મોટી જાહેરાત, હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ મળશે


પરંતુ કોવિડ-19 ની મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે આગામી જુલાઈ 2021 ના માસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ ખાતે જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube