Junior Clerk Exam Declare​ હિતલ પારેખ/ગાંધીનગર : તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે તલાટીની પરીક્ષાઓ ક્યારે યોજાશે તે અંગે આઈપીએસ હસમુખ પટેલે મોટી વાત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જુનિયર ક્લાર્ક જ નહીં પણ તલાટીની પરીક્ષાઓ પણ હવે જલ્દી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. હસમુખ પટેલ દ્વારા ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું કે એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લીધા બાદ તલાટીની પરીક્ષા લેવા પર ફોકસ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રમાં પેપર લીક સંદર્ભમાં નવો બની રહેલા કાયદામાં પણ રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલના અનુભવનો લાભ લીધો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા થોડા જ દિવસોમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષાર્થીઓ અને હસમુખ પટેલનો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


આ પણ વાંચો : 


જુનિયર ક્લાર્ક પરીક્ષાની આવી ગઈ તારીખ, આ દિવસે લેવાશે રદ થયેલી પરીક્ષા


જંત્રી વધારા પર નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાત સરકાર માટે કહ્યું આવું...


જુનિયર ક્લાર્કની પરીક્ષા વિશે શું કહ્યું....
આ વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે. કમનસિબે પેપર લીક થયું, પરંતું ભવિષ્યમા આવુ ન બને તેવા પ્રયત્નો કરીશું. હું, વિકાસ સહાય સર તથા દિનેશ દાસા સતત પ્રયત્ન કરી રહ્યા છે. વહેલામાં વહેલી અને સ્વચ્છ રીતે પરીક્ષા લેવા માંગીએ છીએ. પેપરલીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ચોરી ન થાય તે જરૂરી છે. તાલુકા કક્ષાએ પરીક્ષા લેવા માટે અગાઉ સારૂ આયોજન કર્યું હતું. પેપર ફૂટવા બાબતે કશું કહી ન શકું. પરિક્ષા કેન્દ્રોની તૈયારી છે. એપ્રિલ માસમાં પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવાશે. પેપરલીક કરનારને પકડ્યા છે. પોલીસે પ્રયત્નો કર્યા છે. પરીક્ષાનું પેપર લીક થતા પહેલા પોલીસે તકેદારી રાખી અને કેટલાક લોકો ઝડપાયા. તેથી પોલીસની કામગીરીને બીરદાવુ છું. બધા ઉમેદવારોને કહું છું કે, ક્યાંય પણ આવી ઘટના દેખાય તો જાણ કરે. અમે વ્યવસ્થા ઉભી કરીશું કે તમે ગેરરીતિ બાબતે જાણ કરી શકો છો. ભૂતકાળમાં પણ આવી વ્યવસ્થામાં જાણ કરવામાં આવી હતી. ઉમેદવારો પણ પ્રમાણિકતાથી પરીક્ષા આપે. ઉમેદવારો સતર્ક હશે તો પેપર ફોડવાવાળાને પકડી શકીશું.


ઠંડી બાદ અંબાલાલ કાકાએ કરી ગરમીની આગાહી, આ ઉનાળો કેવો જશે તે કહ્યું...