ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ લેવાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. સતત ત્રીજી વખત પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયની જાહેરાત થતાં જ લાખો ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ પણ આ મામલે સરકારને સતત ઘેરી રહી છે. એવામાં આજે GSSSBના નવા ચેરમેન એકે રાકેશે પરીક્ષા મુલતવી રાખવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ.કે.રાકેશે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, 2 મહિનામાં બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા લેવાશે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. હવેની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ભરતી પરીક્ષાનું ટ્રાન્સપોટેશન પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામ ચાલી રહ્યું છે, પારદર્શક પરીક્ષા લેવામાં આવશે જેથી ન્યાય તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળશે. આગામી 2 મહિનામાં ભરતી પરીક્ષાનું આયોજન થઈ જેશે તેવી જાણકારી પણ આપવામાં આવી છે.


તેમણે ઉમેર્યું હતું કે, પરીક્ષાની કામગીરી સમજવા માટે સમય જરૂરી હોવાથી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે પછીની પરીક્ષાને પારદર્શક બનાવવા માટે સતત કોશિશ કરવામાં આવી રહી છે. તેના માટે ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. બિન સચિવાલયની પરીક્ષામાં 90 હજારનો સ્ટાફ કામે લાગશે. જે સેન્ટરમાં CCTV નથી, ત્યાં લાઈવ વીડિયો કેમેરા લગાવવામાં આવશે. જેથી આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને પૂરતો ન્યાય મળી શકે.


આપને જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરી રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. 9 ફેબ્રુઆરીના રોજ ગૌણ સેવા પંસદગી મંડળે પરીક્ષા મોકૂફીની જાહેરાત કરી હતી.3 વર્ષે પરીક્ષાનું આયોજન કરાયુ હતું.પરંતુ વહીવટી કારણોસર પરીક્ષા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube