GST વિભાગનો પેટ્રોલપંપો પર રાજ્યવ્યાપી સપાટો, 400 કરોડ રૂપિયાની ટેક્ષ ચોરી ઝડપાયાનું અનુમાન
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઝે પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા આશરે 400 કરોડનું વેટ રજિસ્ટ્રેશન વગરનું વેચાણ ધ્યાને આવ્યું હતું. રાજ્યના અમદાવાદ સહિત 11 શહેર તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ હતી કે નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વગર જ પેટ્રોલ કે ડિઝલનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ જીએસટી સિસ્ટમ એનાલિસિસ કર્યું હતું. જેમા ધ્યાને આવ્યું કે, રાજ્યના અનેક પેટ્રોલપંપને કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
ગાંધીનગર : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઝે પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા આશરે 400 કરોડનું વેટ રજિસ્ટ્રેશન વગરનું વેચાણ ધ્યાને આવ્યું હતું. રાજ્યના અમદાવાદ સહિત 11 શહેર તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ હતી કે નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વગર જ પેટ્રોલ કે ડિઝલનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ જીએસટી સિસ્ટમ એનાલિસિસ કર્યું હતું. જેમા ધ્યાને આવ્યું કે, રાજ્યના અનેક પેટ્રોલપંપને કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
RAJKOT માં સાયકલિંગ કરી રહેલા યુવા ઉદ્યોગપતિનું ગાડીની ટક્કરે નિપજ્યું મોત
જો કે પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ ગઇ હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપ દ્વારા નિયમો અંતર્ગત ભરવાપાત્ર વેરો ભરવામાં આવ્યો નહોતો. જેથી અમદાવાદમાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ગોધરામાં 4, ખેડામાં 7, પોરબંદરમાં 5, રાજકોટમાં 15, જામનગરમાં 9, સુરતમાં 8, વડોદરામાં 9, વલસાડમાં 4 અને અન્ય 29 મળીને કુલ 104 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
Kutch: ત્રણ પ્રકારે ચાલતી અનોખી સાયકલ, ગમે તેવી વિપરિત પરિસ્થિતીમાં તમને ઘરે તો પહોંચાડશે જ
સ્ટેટ જીએસટીની તપાસમાં અનેક પેટ્રોલ પંપ પર વેટનું રજીસ્ટ્રેન રદ્દ થયેલું હોવાનું સામે આવ્યું હતું. આ છતા પેટ્રોલ પંપ ચાલતા હતા. આવા કુલ 27 પેટ્રોલ પંપ ચાલી રહ્યા હતા. રજીસ્ટ્રેશન વગર જ 400 કરોડનું વેચાણ કર્યું હતું. કેટલાક પેટ્રોલપંપ ભરવા પાત્ર વેરો પણ ભરતા નહોતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં 64 કરોડ વેરો ભરપાઇ થયો છે. હજી પણ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત વેરો નહી ભરનાર લોકોની મિલ્કત ટાંચમાં લેવાશે. 27 પેટ્રોલ પંપ પર હાલ કાર્યવાહી ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube