તેજશ મોદી/સુરત: જીએસટી લાગુ કરવા પાછળનો એક મોટો ઉદ્દેશ ટેક્સ ચોરો સામે લગામ લગાવવાનું પણ હતું. પરંતુ કૌભાંડીઓ કોઈને કોઈ રીતે અત્યારે પણ કૌભાંડ કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. આવી જ વધુ એક કૌભાંડીને ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સનાં સુરત ઝોન યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ)નાં સુરત ઝોનલ યુનિટ દ્વારા જી.એસ.ટી.નાં સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.


રાજ્યની સાત બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કસી કમર, ઘડ્યો માસ્ટર પ્લાન


આ રેકેટનાં સુત્રધારો પૈકીનાં એક અસલમ સોદાગરભાઈ શેખ એ પોતાની ફર્મમાં 19 જેટલી ફર્મ પાસેથી ખરીદી દર્શાવી હતી, જે પૈકીની 16 જેટલી ફર્મ ક્યાંય અસ્તિત્વ ધરાવતી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમણે તપાસ દરમિયાન એ સ્વીકાર્યું છે કે તેઓ બોગસ બિલનાં આધારે ક્રેડિટ મેળવતાં હતાં તેમજ આ બોગસ ફર્મ પૈકી કોઈપણ ફર્મનાં પ્રોપરાઈટરને મળ્યા નથી કે જાણતા પણ નથી. તેઓ એ અંદાજે રૂપિયા 7.7 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ આ બોગસ ફર્મ પાસેથી મેળવી છે.


આ ગુજરાતીની વાડીમાં 3 નહિ પણ 9 પર્ણ વાળા બિલ્વનું વૃક્ષ , સોમનાથને થાય છે અભિષેક


આ સમગ્ર રેકેટમાં ઘણાં લોકો અને ફર્મ સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવ્યું છે જે અંગે તપાસ ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ બધી બોગસ ફર્મ દ્વારા માલનાં સપ્લાય વગર અંદાજિત રૂપિયા 100 કરોડથી પણ વધુની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી તપાસ દરમિયાન કૂલ 54 જેટલી બોગસ ફર્મ શોધી કાઢવામાં આવી છે જેની જી.એસ.ટી.ની નોંધણી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંતમાં 33 જેટલા બેન્ક ખાતાને કાયદાકીય રીતે અટેચ કરવામાં આવ્યા છે.


હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરનાર તીસ્તા સેતલવાડને હાઇકોર્ટની રાહત


ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ દ્વારા અસલમ શેખની ધરપકડ કરવામાં આવી છે અને ચીફ ડ્યુડિશિયલ મેજીસ્ટ્રે સુરત જીલ્લા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા અસલમ શેખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ હજી પણ ચાલી રહી છે, જેમાં વધુ નામો ઉમેરાય તેવી શક્યતા છે, તો સાથે જ આંકડો 100 કરોડને પાર થાય તેવી પણ શક્યતા છે.