પરીક્ષાના આગલા દિવસે ફોર્મ ભરવાની સુવિધા આપનાર GTU દેશની ‘પ્રથમ યુનીવર્સીટી’
ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ રાજ્યના કોઈ પણ ખૂણામાંથી પરિક્ષાના આગલા દિવસે પણ પરીક્ષા ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રકારની સુવિધા વિદ્યાર્થીઓને આપનાર GTU દેશની પ્રથમ યુનીવર્સીટી બની છે.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ રાજ્યના કોઈ પણ ખૂણામાંથી પરિક્ષાના આગલા દિવસે પણ પરીક્ષા ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રકારની સુવિધા વિદ્યાર્થીઓને આપનાર GTU દેશની પ્રથમ યુનીવર્સીટી બની છે. તમામ યુનિવર્સિટીઓમાં પરિક્ષાના 15 દિવસ કે એક મહિના પહેલા જ પરિક્ષા ફોર્મ ભરાવી દેવામાં આવે છે ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સીટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પરિક્ષાના આગલા દિવસ સુધી નક્કી કરેલી દંડની રકમ સાથે ફોર્મ ભરી શકાશે.
પરીક્ષાની તારીખના આગળ દિવસે ફોર્મ ભરી શકાય આ પ્રકારની સુવિધા ઉભી કરવા પાછળનો આશય એવા વિદ્યાર્થીઓ છે કે, જે પરિક્ષા ફોર્મ ભરવાનુ ભુલી ગયા હોય તેમજ કોઈ કારણોસર પરીક્ષાનું ફોર્મ ભરવા સમયસરનાં પહોંચી શક્યા હોય આ સુવિધાનો લાભ વિદ્યાર્થીઓ GTU દ્વારા બનાવાયેલા નવા પોર્ટલની મદદથી લઈ શકશે.
સુરત: માત્ર 350 રૂપિયાના ઝઘડામાં સમજાવા ગયેલા યુવકની ચપ્પુ મારી કરી હત્યા
જુઓ LIVE TV :
નક્કી કરેલી લેટ ફી ઓનલાઈન ભરી વિદ્યાર્થી પોતાનું વર્ષ બગડતા બચાવી શકશે. સાથે જ આજ ઓનલાઈન પોર્ટલની માધ્યમથી વિદ્યાર્થીઓને GTU દ્વારા ડીજીટલ સિગ્નેચરવાળું સર્ટીફીકેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે મોબાઈલ એપની માધ્યમથી જ જોઈ શકાશે.