Gujarat Rainfall: ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. એવા વરસ્યા છે કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠામાં તો મેઘરાજાએ એવો તાંડવ મચાવ્યો કે ખેતરો બેટ બની ગયા છે. બજારો સ્વિમિંગ પુલ બની ગઈ છે. લોકોના ઘર જળમગ્ન થઈ ગયા છે....ત્યારે વિગતવાર જાણો બનાસકાંઠામાં જળતાંડવના આ ખાસ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરમાં આફત બનીને વરસ્યો વરસાદ 
બનાસકાંઠામાં વરસાદે હાલ કર્યા બેહાલ 
લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ
પાણીથી લબાલબ થઈ ગયું લાખણી
ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણી


મેઘરાજા આવી રહ્યા ન હતા, પરંતુ જ્યારે આવ્યા તો એવા આવ્યા કે બધુ જ પાણી પાણી કરી નાંખ્યું છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખણીના. જ્યાં ખાબકેલા 11 ઈંચ વરસાદથી અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ઘર, દુકાન, ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 


ચારે બાજુ પાણી જ પાણી
બેટમાં ફેરવાયા ખેતર 
ખેડૂતોને મોટું નુકસાન
કમર સુધી ભરાયેલા પાણી
પાક થયો સંપૂર્ણ નાશ
લાખણીમાં ખાબક્યો 11 ઈંચ


વરસાદની રાહ જોતા ખેડૂતોની વધારે વરસાદથી માઠી દશા બેઠી છે. સારા વરસાદની રાહમાં વાવણી કરી હતી. પરંતુ વરસાદ એટલો વરસ્યો કે હવે ખેતરોમાં જળબંબાકાર છે. જેના કારણે મોઘા બીજ લાવી જે વાવણી કરી હતી તે નાશ પામી છે. ખેતરમાં એટલા પાણી ભરાયેલા છે કે દૂરથી જોઈએ તો કોઈ સરોવર કે પછી સમુદ્ર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેતરમાં પાણી ભરાઈ રહેલા હોવાનો કારણે પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. બાજરી, જુવાર અને મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે. જે ખેડૂતોને આ વર્ષે સારી ઉપજની આશા હતી તે અન્નદાતાએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ત્વરીત નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માગ કરી છે. 


તો લાખણીમાં ભારે વરસાદ પડતાં લાખણી-થરાદ અને લાખણી-ડીસા હાઇવે ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકો અટવાઈ જવાનો વારો આવ્યો છે. અનેક વાહન ચાલકો પાણીમાં અટવાયેલા જોવા મળ્યા હતા. જોકે હાલ વરસાદનું જોર ઘટતાં પાણી ઓસર્યા છે. પરંતુ હજુ સંપૂર્ણ ઓસર્યા નથી. હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરેલા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારે હવામાન વિભાગે સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું. ચોમાસું શરૂ થયા બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ વરસાદ પડતો હતો. ઉત્તર ગુજરાત કોરું હતું. જેના કારણે ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતો વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યા હતા પરંતુ ઉત્તર ગુજરાતમાં વરુણ દેવ રિજ્યા તો એવા રિજ્યા કે બધુ પાણી પાણી કરી નાંખ્યું. હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે આગામી સમયમાં કેવી દશા અન્નદાતાની થાય છે તે જોવું રહ્યું....