Gujarati News : કમોસમી વરસાદથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને પારાવાર નુકશાની થઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 થી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી. બે દિવસ દરમ્યાન છૂટાછવાયા પડેલા વરસાદે ખેત પાકોને ભારે નુકશાન પહોંચાડ્યું છે. રવિપાકમાં વરસાદના કારણે કપાસ પલળી ગયો છે. જ્યારે બાજરી, જુવાર, ઘઉં, જીરું ચણા, સહિતના પાકને પણ માવઠાનો માર લાગ્યો છે. અચાનક કરા સાથે વરસેલા ભારે વરસાદના કારણે વાડી ખેતરોમાં ઊભા પાક ઢળી પડ્યા છે. ત્યારે હવે ગુજરાત સરકાર ખેડૂતોની મદદે આવી છે. સરકારે ખેડૂતોની નુકસાની સામે સહાય જાહેર કરી છે. 2 દિવસ પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકસાન થયું છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે... છેલ્લી વીણીમાં નુકસાન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ઘરમાં આવો ને... કહીને મહિલાએ પ્રૌઢને અંદર બોલાવ્યા ને પ્રોઢની લૂંટાઈ ગઈ આબરું


સરવે બાદ સહાયની જાહેરાત કરાશે 
તેમણે વધુમાં કહ્યું કે, 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે. એક થી બે દિવસમાં વાદળા દૂર થઈ જશે. રવિ સીઝનમાં 15 થી 16 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું છે. આ વાવેતર હજુ પ્રારંભિક તબક્કામાં છે. જો વધુ વરસાદ પડે અને પાણી ભરાયેલું રહે તો નુકસાન જવાની ભીતિ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ મને ટેલિફોન તાત્કાલિક સર્વે કરવા આદેશ આપ્યો છે. આજે બપોરે ગાંધીનગરમાં મિટિંગ બોલાવી છે. સહાય અંગે આજની બેઠકમાં નીતિ નક્કી કરવામાં આવશે. સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે.


વતનની સેવા કરે તે પહેલા જ BSF જવાનનું દિલ બેસી ગયું, ટ્રેનિંગ બાદ હાર્ટએટેકથી મોત


કૃષિ મંત્રીએ જણાવ્યું કે, 112 તાલુકાઓ એક ઇંચ વરસાદ પડ્યો છે. 86 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કપાસ, તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે. કપાસના પાકમાં છેલ્લી વીણી બાકી હોય તેમાં નુકશાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ,એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. રાઘવજીભાઈએ કહ્યું મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. જેમાથી ત્રણ થી ચાર લાખ હેક્ટરમાં નુકશાન થયું છે. ગુજરાત સરકારે છેલ્લાં 9 વર્ષમાં 10,700 કરોડની સહાય ચૂકવી છે. હજુ કુદરતી આફતોમાં ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે.


કળિયુગનો શ્રવણ : પિતાની પુણ્યતિથિએ ગામના 1000 લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે દીકરો