• ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, વલસાડની એક હોટલમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ છે. ત્યારે બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ :વાઘબારસના દિવસે ગુજરાત ATS ના હાથમાં મોટી સફળતા આવી છે. એમડી ડ્રગ્સને લઈને ઓપેરશન સફળ નિવડ્યું છે. વલસાડના ભીલડની રાધે હોટેલના પાર્કિંગમાંથી 4 આરોપીઓ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 2.74 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો છે, જે 27 લાખ 43 હજારની કિંમતનું છે. 


મુંબઈથી સુરત વેચવા આવ્યું હતું ડ્રગ્સ 
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, વલસાડની એક હોટલમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ છે. ત્યારે બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે આ MD ડ્રગ્સ મુંબઇનો અશરફખાન અને ભરૂચનો સીરાજ સોનવી ડિલીવરી આપવા માટે લઈ આવ્યા હતા. ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોયલા બંને પાસેથી MD ડ્રગ્સની ડિલીવરી લેવા આવ્યા હતા. ભિલાડની રાધે હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, ત્યારે ચારેય આરોપીઓને એટીએસએ ઝડપી પાડ્યા હતા.


આ પણ વાંચો : ધોળાકૂવાની પરંપરા તૂટી, આ વર્ષે નહિ યોજાય માતાજીના ફૂલોના ગરબા


ડ્રગ્સ મુંબઈથી લાવવવામાં આવ્યું હતું અને સમગ્ર સુરત તથા ભરૂચ શહેરમાં વેચવાનું આયોજન હતું તેવું આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. એટીએસએ ચાર આરોપી સાથે 27 લાખ 43 હજારનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોટાપાયે ડ્રગ્સના કાળા કારોબારનો વેપલો ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ દ્વારા અનેક આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે. તો સાથે જ સુરતમાં વેચાતા ડ્રગ્સનો મોટું કૌભાંડ પણ ખૂલ્યું હતું. ત્યારે હજી પણ આ સિલસિલો અટકતો નથી. 


આ પણ વાંચો : ભાવનગરના યુવા ખેડૂતે સસ્તી ખેતી માટે જુગાડ બાઇકની કરી શોધ