સુરતમાં હવે 2 ફૂટથી વધુ ઉંચાઇની પ્રતિમાની સ્થાપના નહીં કરી શકાય. કારણ કે સાર્વજનિક ગણેશ ઉત્સવને લઈ એક ગાઇડલાઇન જાહેર કરાઇ છે. કોરોનાને લઇ સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિએ ગાઈડલાઈન જાહેર કરી છે. સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિની ગાઇડલાઇન મુજબ હવે 2 ફૂટથી વધુ ઊંચાઈની પ્રતિમાનું સ્થાપન ન કરવા અપીલ કરી છે.

તો જાહેર રસ્તાઓ પર મંડપ અને પંડલનું આયોજન ન કરવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. સાથે સાથે સોસાયટી અને મહોલ્લામાં જ કરવા ગણેશ વિસર્જનનું આયોજન કરવા પર ભાર મુકાયો છે. ગણેશ વિસર્જનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવા લોકોને અનુરોધ કરાયો છે.