ઝી ન્યૂઝ/ બ્યુરો: અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવfડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે મૃતકના પરિવારજનો માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયત, અમદાવાદના હદ વિસ્તારમાં કોવિડ-19 ના કારણે મૃત્યું પામેલા નાગરિકોના પરિવારજનોને Medical Certification of Cause Of Death(MCCD) ના ફોર્મ નંબર -4 અથવા 4-એ ની નકલ મેળવવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર, અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતેના જન્મ-મરણ ટેબલ, તમામ તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર, તમામ તાલુકા હેલ્થ ઓફિસ તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને તલાટીકમમંત્રી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અરજીપત્રક મળશે. આ ફોર્મ નગરપાલિકા વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાંથી મળશે. કેન્ટોનમેમેન્ટ વિસ્તારમાં રજિસ્ટ્રા(જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારી, કેન્ટોનમેન્ટ બોર્ડ ખાતેથી અરજીપત્રક મળશે. અરજીપત્રક www.collectorahmedabad.gujarat.gov.in  વેબસાઈટ પરથી પણ મળશે. વળી તે, સાદા પેપરમાં પરિશિષ્ટ-1 નમુના મુજબ અરજીમાં પણ ગ્રાહ્ય રાખવામાં આવશે. 


ગુજરાત પોલીસમાં PSI- LRD બંને ફોર્મ ભરનાર ઉમેદવાર માટે સમાચાર, 3 ડિસેમ્બરથી લેવાશે શારીરિક કસોટી


અરજદારે (પરિશિષ્ટ-1) ની સાથે મૃતકનો મરણનો દાખલો, અરજી કરનારનું આઈડી પ્રૂફ આપવાનું રહેશે. ત્યારબાદ જ જન્મ-મરણ રજિસ્ટ્રાર તરફથી ફોર્મ નં- 4 કે 4- અ આપવામાં આવશે. જે કિસ્સામાં પરિશિષ્ટ મુજબ અરજી કરતા રજિસ્ટ્રાર, જન્મ-મરણ ખાતે Medical Certification of Cause Of Death(MCCD) ફોર્મ નં-4 અથવા 4- એ ઉપ્લબ્ધ ના હોય ત્યારે પરિશિષ્ટ -2 મુજબ MCCD અપ્રાપ્યતા પ્રમાણપત્ર( Non-Availability of MCCD) રજિસ્ટ્રાર, જન્મ-મરણ દ્વારા અરજદારને આપવામાં આવશે. 


Medical Certification of Cause Of Death(MCCD) ના ફોર્મ નંબર- 4 અથવા 4-એ રજિસ્ટ્રાર, જન્મ-મરણ ઓફિસથી મેળવ્યા બાદ જો અરજદારને તેમાં દર્શાવેલા મરણનું કારણ(Cause of Death) માટે સંતોષ ન હોય ત્યારે કોવિડ -19 થી મૃત્યુ વિષયક ખાતરી સમિતિ(Covid 19 Death Ascertaining Committee) ખાતે પરિશિષ્ટ -3 માં અરજી કરવાની રહેશે. 


ઘટસ્ફોટ: પીડિતાને પહોંચેલી ઈજાઓ અને ડાયરીના ફોટા પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને મોકલ્યા હતા, પણ...


પરિશિષ્ટ -3 – અરજીપત્રક અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર, અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતેના જન્મ-મરણ ટેબલ, તમામ તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર, તમામ તાલુકા હેલ્થ ઓફિસ તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને તલાટી કમ મંત્રીશ્રી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અરજીપત્રક મળશે. આ ફોર્મ નગરપાલિકા વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાંથી મળશે. કેન્ટોનમેમેન્ટ વિસ્તારમાં રજિસ્ટ્રા(જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી, કેન્ટોનમેન્ટ બોર્ડ ખાતેથી અરજીપત્રક મળશે. 


અરજીપત્રક www.collectorahmedabad.gujarat.gov.in  વેબસાઈટ પરથી પણ મળશે. સાદા પેપરમાં પરિશિષ્ટ -3 નમુના મુજબ પણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે. પરિશિષ્ટ -3 ના નમુના પત્રકમાં અરજી કરવી અને તેમાં બીડાણ(ચેકલીસ્ટ) નીચે મુજબના ડોક્યુમેન્ટ અચૂક બીડવાના રહેશે. 


1.    મૃતકનું મરણ પ્રમાણપત્ર
2.    અપ્રાપ્ય પ્રમાણપત્ર અથવા જન્મ-મરણ રજિસ્ટ્રાર દ્વારા કાઢી આપેલ Medical Certification of Cause Of Death(MCCD) ફોર્મ નં- 4 અથવા 4-એ ની પ્રમાણિત નકલ (જેમાં મૃત્યુના કારણ સામે વાંધો હોય)
3.    હોસ્પિટલમાં મળે. મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર( જે કિસ્સામાં આપવામાં આવ્યું હોય તે)
4.    ઈન્ડોર કેસ પેપર( દાખલ દર્દીના કિસ્સામાં)
5.    ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેની વિગત 
6.    દર્દીના કરવામાં આવેલા વિવિધ નિદાન જેવા કે લેબોરેટરી પરીક્ષણ, રેડિયોલોજી પરીક્ષણના પુરાવા


પરિશિષ્ટ -3 અરજી પત્રક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભદ્ર પાસે, અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે. કોવિડ-19 મૃત્યુ વિષયક ખાતરી સમિતિ( Covid—19 Death Ascerting Committee(CDAC) મૃત્યુના કોવિડ-19 સંબંધીત અરજદારે પરિશિષ્ટ -3 સાથે રજૂ કરેલા પુરાવાઓની ચકાસણી કરીને પરિશિષ્ટ -6 (કોવિડ- 19 મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ) કોવિડ-19 મૃત્યુ વિષ્યક ખાતરી સમિતિના અધ્યક્ષના નામ, હસ્તાક્ષર અને ઈસ્યુ તારીખથી આપવામાં આવશે. 


અરજીપત્રક નમુના-
1.    પરિશિષ્ટ -1 (Medical Certification of Cause of Death-MCCD) ની નકલ મેળવવા માટેનું અરજીફોર્મ
2.    પરિશિષ્ટ-2 ( પરિશિષ્ટ-2 – MCCD અપ્રાપ્યતા પ્રમાણપત્ર( Non- Availability of MCCD)
3.    પરિશિષ્ટ -3 ( પરિશિષ્ટ-3 કોવીડ -19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ( Official Document for Covid-19 Death) મેળવવા માટેનું અરજીપત્રક 
4.    પરિશિષ્ટ -6 (પરિશિષ્ટ-6- કોવીડ 19 થીમૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube