ગાંધીનગર : છેલ્લા બે વર્ષથી ગુજરાતનાં કોરોના સામે ફ્રન્ટલાઇન વોરિયર્સની ખુબ જ મહત્વની ભુમિકા છે. લોકડાઉન સમયે જ્યારે જનતા ઘરમાં બંધ હતી ત્યારે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાની ફરજ સતત ખડેપગે બજાવી રહ્યા છે. જો કે આ ફરજ દરમિયાન અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત પણ થયા અને કેટલાક કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં માર્ચ 2020 થી કોરોના મહામારી વકરી રહ્યો છે. જ્યારે 2021 માં કોરોના તાંડવ વચ્ચે અનેક લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. આવી કપરી સ્થિતિ વચ્ચે પોલીસ કર્મચારીએ સીધા જ ગ્રાઉન્ડ પર ફરજ હતા. છેલ્લા વર્ષમાં 100થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારી પોતાના જીવ ગુમાવ્યા છે. દુખદ બાબત છે કે, કેટલાક પોલીસ કર્મચારીઓનું સમયસર સારવાર ન મળતા મોત નિપજ્યું છે. 2020 ચૂંટણીમાં પોતાનો જીવ જોખમમાં મુકી રેલીઓમાં બંદોબસ્તમાં જોડાયા હતા. 


ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક વર્ષમાં 107 પોલીસ અધિકારી-કર્મચારીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. સૌથી વધારે અમદાવાદમાં 20  તેમજ વડોદરામાં 13 પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. ત્યાર બાદ સુરતમાં 8, રાજકોટમાં 3, ભાવનગરમાં 9 અને ગાંધીનગરમાં 5 પોલીસ કર્મચારીઓએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે. પોલીસ કર્મચારીઓની સાથે 22 હોમગાર્ડ તેમજ અનેક TRB જવાનોનાં પણ કોરોનામાં મોત થયા છે.


કોરોના હોવા છતા પણ ગત્ત વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના કારણે રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કનાં નિયમોનો ભંગ થયો હતો. આ સાથે જ મોટી સંખ્યામાં લોકોની ભીડ જામતી હતી. ચૂંટણીના પગલે મંત્રીઓની અવરજવર વધતા પોલીસ કર્મચારીઓ સતત તહેનાત રહેતા હતા. જ્યાં સુધી મંત્રીઓ પરત ન જાય ત્યાં સુધી કર્મચારીઓને સ્થળ પર હાજર રહેવાનું હોય છે. લોકો નિયમોમો ભંગ ન કરે તે માટે સતત પોલીસ કર્મચારીઓનાં પ્રયાસો રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube