Gujarat Police : ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) એક મોટી સિદ્ધિ મેળવી છે. ATSના DIG IPS દીપક ભદ્રન અને તેમની ટીમને ડ્રગ્સના જંગી કન્સાઇનમેન્ટને પકડવા બદલ ગૃહ મંત્રાલય તરફથી હોમ મિનિસ્ટર તરફથી સ્પેશિયલ ઓપરેશન મેડલ આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે 2023ના ચાર મોટા ઓપરેશનમાં ગુજરાત ATS દ્વારા જપ્ત કરાયેલ ડ્રગ કન્સાઇનમેન્ટનો સમાવેશ કર્યો છે. સરકારની ગુડબુકમાં રહેલા બાહોશ અને કડક અધિકારીની છાપ ધરાવતા ભદ્રનને સરકારે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાંથી ખસેડી જામનગર એસપી તરીકે ખાસ કેસમાં ખસેડ્યા હતા. જેઓને હવે બઢતી આપીને ડીઆઈજી બનાવી દેવાયા છે. સરકારના સંકટમોચક ગણાતા આ ips અધિકારી સરકારનો ભરોસો જીતી ચૂક્યા છે. હવે સ્પેશ્યલ ઓપરેશન મેડલથી ATSની કામગીરીને ચાર ચાંદ લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને ઉડતા ગુજરાતની ચર્ચાઓ વચ્ચે હવે પોલીસ સક્રિય બની ગઈ છે. હર્ષ સંઘવી તો આ મામલે જશ લઈ રહ્યાં છે કે અમારી પોલીસની ટીમ સરસ કામગીરી કરી રહી છે એટલે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એટલે ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના કેસ અને આંકમાં વધારો થઈ રહ્યો છે. અમે ભારતમાં ડ્રગ્સની નાબૂદી માટેના ચાલી રહેલા અભિયાનમાં કામગીરી કરી રહ્યાં છે.


નવ લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલ કેસમા મોટા અપડેટ : પિતા-પુત્રમાંથી કોને મળ્યા જામીન


ગુજરાતમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ પકડવા બદલ ATS અધિકારીઓનું સન્માન કરવામાં આવશે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી દીપક ભદ્રન અને તેમની ટીમને હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવશે. ભદ્રન અને એટીએસમાં એસપી આઈપીએસ સુનીલ જોશીની ટીમે ગયા વર્ષે 1500 કરોડ રૂપિયાના ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડ્યું હતું. અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ રિકવરી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ એવોર્ડ માટે ગુજરાત એટીએસ ડીઆઈજીની ટીમની પસંદગી પોલીસ વિભાગ માટે મોટી સિદ્ધિ ગણાઈ રહી છે. ગૃહ મંત્રાલયે 2023 માટે ચાર વિશેષ કામગીરી માટે પુરસ્કારોની જાહેરાત કરી છે.


મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ 
ગુજરાત ATSની આ મોટી સફળતામાં એક મહિલા પોલીસકર્મીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત સરકારના ડ્રગ્સ સામે ચાલી રહેલા અભિયાને ડ્રગ્સના વેપારની કમર તોડી નાખી છે. ગુજરાત ATSની આ મોટી સફળતા પર ગૃહ મંત્રાલયે દીપક ભદ્રન અને તેમની ટીમને આ વિશેષ એવોર્ડ માટે પસંદ કરી છે. અગાઉ ડીઆઈજી દીપન ભદ્રનને પણ અસાધારણ બુદ્ધિમત્તા કૌશલ્ય મેડલથી નવાજવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોસ્ટ ગાર્ડે ડીઆઈજી દીપન ભદ્રન અને એસપી સુનીલ જોશીને આઈસીજી કમ્મેન્ડેશન એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા.


‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડે ફરી માફી માંગી, સરદાર પટેલ પર કરી હતી ટિપ્પણી


કોણ છે દીપક ભદ્રન?
દીપન ભદ્રન મૂળ કેરળના છે. તેઓ ગુજરાત કેડરના 2007 બેચના IPS અધિકારી છે. ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી ધરાવતા ભદ્રન હાલમાં ગુજરાત પોલીસના ATSમાં DIG છે. 42 વર્ષીય દીપન ભદ્રન ગુજરાતમાં એક તેજતર્રાર IPS ઓફિસર તરીકે ઓળખ ધરાવે છે. દીપક ભદ્રન એ પોલીસ અધિકારી છે જેમણે ગુજરાતના એકમાત્ર ગેંગસ્ટર જયેશ પટેલને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સરકારે તેમને ખાસ કેસમાં જામનગર મોકલ્યા. ભદ્રનની ગણના ગુજરાત સરકારના સક્ષમ અને મહેનતુ અધિકારીઓમાં થાય છે. ભદ્રન એ સરકારની ગુડબુકમાં હોવાની સાથે સરકારનો ભરોસો જીતનાર બાહોશ અધિકારી છે.


રિવરફ્રન્ટ પર યુવકની હત્યામા મોટો વળાંક : સ્મિતના મિત્રની વિરમગામથી સળગાયેલી લાશ મળી