પરસેવો પાડશે તો પણ ગુજરાતની આ 7 સીટ પર ભાજપની જીત મુશ્કેલ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં વર્ષ 2014ના લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસને 26 સીટમાંથી એક પણ સીટ પર જીત મળી ન હતી. આ બધી જ સીટ ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે, તેના બાદ વર્ષ 2017ના ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસના પ્રદર્શનને જો સંકેત માનવામાં આવે તો ભાજપને રાજ્યની ઓછામાં ઓછી 7 લોકસભા સીટ જીતવા માટે પરેસેવો વહાવવો પડશે. તેમાં મોટાભાગની સીટ ભાજપના ગઢ કહેવાતા સૌરાષ્ટ્ર વિસ્તારની છે.
અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં વર્ષ 2014ના લોકસભા ઈલેક્શનમાં કોંગ્રેસને 26 સીટમાંથી એક પણ સીટ પર જીત મળી ન હતી. આ બધી જ સીટ ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે, તેના બાદ વર્ષ 2017ના ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસના પ્રદર્શનને જો સંકેત માનવામાં આવે તો ભાજપને રાજ્યની ઓછામાં ઓછી 7 લોકસભા સીટ જીતવા માટે પરેસેવો વહાવવો પડશે. તેમાં મોટાભાગની સીટ ભાજપના ગઢ કહેવાતા સૌરાષ્ટ્ર વિસ્તારની છે.
ગુજરાતમાં ગત 2017 વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી, જ્યારે કે 2012ના વિધાનસભા ઈલેક્શનમાં તેને માત્ર 16 સીટ નસીબ થઈ હતી. ભાજપને 2017ના વિધાનસભા ઈલેક્શનમાં માત્ર 99 સીટ મળી હતી, જે ગત બે દાયકામાં પાર્ટીનુ સૌથી ખરાબ પ્રદર્શન કહેવાયુ હતું. ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટ છે.
કોંગ્રેસને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની 54 સીટમાંથી 30 સીટ પર જીત મળી હતી. જેને જોતા ગત વિધાનસભા ઈલેક્શનના પરિણામ કોંગ્રેસની થાળીમાં બરફીની જેમ બની રહ્યા હતા.
બીજેપી માટે સૌરાષ્ટ્ર સંકટ
કોંગ્રેસ નેતાઓને વિશ્વાસ છે કે, પાર્ટી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ઓછામાં ઓછી 4 સીટ, અમરેલી, જુનાગઢ, બોટાદ અને સુરેન્દ્રનગર પર જીતી શકે છે. પાર્ટી મધ્ય ગુજરાતની આણંદ સીટ અને ઉત્તર ગુજરાતની બનાસકાંઠા તેમજ પાટણી સીટ પર પણ પોતાની જીતની શક્યતાઓ જોઈ રહી છે. દાહોદ, છોટાઉદેપુર અને બનાસકાંઠા સીટ પર પણ કોંગ્રેસની નજર છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકોએ 2017ના ઈલેક્શનમાં દિલ ખોલીને અમારું સમર્થન કર્યું હતું. જેને કારણે અમને આ વિસ્તારમાં અનેક સીટ મળી હતી. લોકસભા ઈલેક્શનમાં પણ અમારા માટે આ એક બાબત મહત્વની બની રહેશે. તેમણે કહ્યું કે, અમે એ વિસ્તારમાંથી ચાર-પાંચ સીટ જીતવાની આશા રાખીએ છીએ. સૌરાષ્ટ્રમાં ભાજપ આ ધારણાથી ઝઝૂમી રહી છે કે, 2016માં આવેલ પૂરથી પ્રભાવિત લોકોની મદદ કરવામાં તે અસફળ રહી. તેમણે જીત વિશે કહ્યું કે, કોંગ્રેસને નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ઓછામાં ઓછી 12-12 સીટ પર જીતનો વિશ્વાસ છે.