Gujarat Dams Overflow : રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૩૧ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક 


  • રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૫૫ ટકા જળ સંગ્રહ થયો

  • રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૭ ટકા જળ સંગ્રહ

  • રાજ્યભરમાં ૫૭ ડેમ હાઈ એલર્ટ પર મુકાયા

  • રાજ્યમાં ૧૨ ડેમ એલર્ટ પર તો ૧૦ ડેમ વોર્નિંગ પર મુકાયા

  • રાજ્યના ૪૮ ડેમ ૧૦૦ ટકા ભરાયા

  • રાજ્યના ૩૧ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા

  • રાજ્યના ૨૭ ડેમ માં ૫૦ થી ૬૦ ટકા ભરાયા


ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૯૨,૦૪૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૭.૪૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૦૯,૬૬૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


નવુ ટુરિઝમ હબ બનશે ઉત્તર ગુજરાતનો આ ડેમ, પહાડીઓ વચ્ચે બનશે કાચનો પુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ઝાંખુ પડશે


વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક 


  • રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૫૫ ટકા જળ સંગ્રહ થયો

  • રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૭ ટકા જળ સંગ્રહ

  • રાજ્યભરમાં ૫૭ ડેમ હાઈ એલર્ટ પર મુકાયા

  • રાજ્યમાં ૧૨ ડેમ એલર્ટ પર તો ૧૦ ડેમ વોર્નિંગ પર મુકાયા

  • રાજ્યના ૪૮ ડેમ ૧૦૦ ટકા ભરાયા

  • રાજ્યના ૩૧ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા

  • રાજ્યના ૨૭ ડેમ માં ૫૦ થી ૬૦ ટકા ભરાયા


આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ  ઉકાઈમાં ૭૯,૨૭૪  ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં ૭૨,૩૮૨ ક્યુસેક,  દમણગંગામાં ૪૨,૦૮૮ ક્યુસેક, રાવલમાં ૧૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 


આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૨.૧૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં  ૪૪.૦૧ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૭.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.


આટલા રોડ રસ્તા બંધ
રાજ્યભરમાં વરસાદના કારણે વાહનવ્યવહાર પર અસર થઈ છે. રાજ્યમાં ૧૧૫ રસ્તાઓ વરસાદના કારણે બંધ થયા છે. પંચાયત હસ્તકના 107 રસ્તા બંધ થયા છે. તો 4 સ્ટેટ હાઈવે તો ૪ અન્ય રસ્તા બંધ છે. પંચાયત હસ્તકના વલસાડમાં ૪૫, તો પોરબંદર મા ૨૩ રસ્તા બંધ હાલતમાં છે. 


ગાંધીનગરના ગિફ્ટ સિટી પછી હવે સુરતમાં બિન્દાસ્ત પીઓ દારૂ, ગુજરાત હવે ડ્રાય સ્ટેટ નથી