ગુજરાતના 5 IASને પ્રમોશન; એક અધિકારીની બદલી, આરોગ્ય કમિશનર બદલાયા, જાણો કયા અધિકારીને ક્યાં મૂક્યા અને શું મળ્યું?
નવા આરોગ્ય કમિશનર તરીકે બઢતી આપવામાં આવનાર શમીના હુસૈન 1997ની બેચના IAS અધિકારી છે. તેઓ અત્યાર સુધી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. વડોદરામાં મેનેજિંગ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા. હવે તેઓ પ્રમોશન સાથે આરોગ્ય વિભાગનો ચાર્જ સંભાળશે.
ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણીઓ નજીક આવતા IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 5 IAS અધિકારીઓને બઢતી અને એક અધિકારીની બદલી કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 1997 બેચના 5 IAS અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં IAS શમીના હુસેનને બઢતી સાથે બદલી કરવામાં આવી છે અને નવા આરોગ્ય કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે IAS જયપ્રકાશ શિવહરેને GUVNL ના MD બનાવાયા છે. આ ઉપરાંત IAS અશ્વિની કુમાર, સોનલ મિશ્રા, રમેશ ચંદ મીણા, મનીષ ભારદ્વાજની પ્રમોશન સાથે બદલી કરાઈ છે.
નવા આરોગ્ય કમિશનર તરીકે બઢતી આપવામાં આવનાર શમીના હુસૈન 1997ની બેચના IAS અધિકારી છે. તેઓ અત્યાર સુધી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. વડોદરામાં મેનેજિંગ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા. હવે તેઓ પ્રમોશન સાથે આરોગ્ય વિભાગનો ચાર્જ સંભાળશે. જ્યારે 2002ની બેચના IAS જય પ્રકાશ શિવહરેને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂંક અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube