AAP Gujarat : આમ આદમી પાર્ટીની ગુજરાત વિરોધી માનસિકતા સામે આવી છે. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેઓએ ગુજરાત રાજ્યથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે. આદિવાસી વિસ્તારને અલગ ભીલ પ્રદેશ જાહેર કરવાની માંગ ચૈતર વસાવાએ કરી છે. તેઓએ કહ્યું કે, તેઓ આ અંગે ગુજરાત, રાજસ્થાનના આદિવાસી નેતા સાથે બેઠક કરશે. આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યું છે. આગામી દિવસમાં ભીલીસ્તાન માટે મુહિમ ચલાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારો ક્યાંય વિકાસ નથી થયો
ચૈતર વસાવાએ કહ્યું કે, આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની આ માંગ છે. તમે ઈતિહાસ જોઈ લો. ગુજરાત બહારથી પણ આ માંગ ઉઠી છે. આ માંગ આમ આદમી પાર્ટીની નથી, પરંતુ સ્થાનિક લોકોની છે. કેવડિયામાં તપાસ કરો તો કેવડિયામાં કેટલાય નેતાઓએ જમીન પચાવી પાડી છે. અમારો ભીલપ્રદેશ હતો, તમે ઈતિહાસ જોઈ લો. 75 વર્ષના વિકાસની વાતો કરાય છે, પરંતુ અમારો ક્યાંય વિકાસ થતો નથી. 



ગુજરાતના ભાગલા પાડવાની તૈયારી 
પરંતુ સવાલ એ થાય ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આદિવાસી લોકો શાંતિથી વસે છે. પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે આ ત્રણેય રાજ્યમાં વસતા આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ થવાની વાત આગળ ધરી અલગ ભીલીસ્તાન રાજ્ય જાહેર કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય શું આમ આદમી પાર્ટી આદિવાસીઓના નામે ભાગલા પાડવાની રાજનીતિ કરે છે. શું અલગ ભીલીસ્તાનથી આંતરરાજ્ય વિવાદ ઊભો કરવા માગે છે..શું આદિવાસીઓના નામે આમ આદમી પાર્ટી પોતાના રાજકીય રોટલા શેકવા માગે છે..શું આદિવાસીઓને ગુજરાતથી અલગ કરવાનું હેતુ છે આમ આદમી પાર્ટીનો...શું આમ આદમી પાર્ટી પંજામાં ખાલીસ્તાન છે તેવી રીતે ગુજરાતમાં ભીલીસ્તાન ઊભું કરવા માગ છે.