ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દિવાળી રજાઓ પણ જાહેર કરી દેવામા આવી છે. આ વખતે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાનજીના અપમાનનો વિવાદ વકર્યો! કરણી સેના મેદાનમાં, આપ્યું 24 કલાકનું અલ્ટીમેટ, નહી


શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગતો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ કરવામાં આવી છે.


+


ભારત 266 રન બનાવી ઓલઆઉટ, ઈશાન કિશન અને હાર્દિકની શાનદાર ઈનિંગ, આફ્રિદીની 4 વિકેટ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 ની વાર્ષિક પરીક્ષા 2024 માં 11 માર્ચથી શરૂ કરીને 28 માર્ચ દરમિયાન યોજાશે. 


રિવરફ્રન્ટ પર તૈયાર બે સ્પોર્ટસ કોમ્પલેક્ષનું આખરે લોકાર્પણ, અદાણીને કરાયા છે લ્હાણી



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું કેલેન્ડર
ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી નવું શિક્ષણ સત્ર 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી પ્રશમ સત્ર રહેશે. એટલે કે પ્રથમ સત્રમાં 124 દિવસનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ 21 દિવસનું દીવાળી વેકેશન 9 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ  30 નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. 


સોનેરી અક્ષરોમાં લખાશે આજનો દિવસ! સૌપ્રથમ સંયુક્ત હાર્ટ-લંગની સફળતાપૂર્વક સર્જરી



ક્યારે શરૂ થશે પરીક્ષા
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે. જ્યારે 28 માર્ચે પૂર્ણ થશે. ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો પ્રથમ સત્રની પરીક્ષા 3 ઓક્ટોબરથી લેવાશે.