Gujarat ACBની સૌથી મોટી સફળતા, નિવૃત મામલતદાર પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી પાડી
ગુજરાત એસીબીને (Gujarat ACB) ઈતિહાસમાં સૌથી મોટી સફળતા મળી છે. રાજ્યમાં સૌથી પ્રથમ 30 કરોડની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) એબીસીએ ઝડપી પાડી છે
જાવેદ સૈયદ/ અમદાવાદ: ગુજરાત એસીબીને (Gujarat ACB) ઈતિહાસમાં સૌથી મોટી સફળતા મળી છે. રાજ્યમાં સૌથી પ્રથમ 30 કરોડની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) એબીસીએ ઝડપી પાડી છે. કલોલ (Kalol) ખાતે ફરજ બજાવતા નિવૃત મામલતદારની (Retired Mamlatdar) હોદાની રૂએ મેળવેલી આવક કરતા વધુ 30 કરોડની અપ્રમાણસર મિલકતમાં રોકાણ કર્યું છે. ત્યારે હાલ નિવૃત મામલતદાર સામે પ્રાથમિક તપાસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એસીબી જે કર્મચારીઓ અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) એકત્રિત કરે છે તેમની સામે ઝૂંબેઝ ચલાવે છે. ઈતિહાસનો સૌથી મોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરામ દેસાઈએ (Viram Desai) અપ્રમાણસર મિલકત વસાવી હોવાની વિગતો મળી આવી હતી જેના આધારે ગુજરાત એસીબીએ (Gujarat ACB) તપાસ હાથ ધરી હતી. એસીબી તપાસમાં નિવૃત્ત મામલતદારે (Retired Mamlatdar) 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ, 11 લક્ઝુરિયસ કાર આ ઉપરાંત રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 490 દર્દીઓ નોંધાયા, 2 દર્દીના મોત
આ ઉપરાંત ACBને 30 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં 4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે નિવૃત મામલતદારની હોદાની રૂએ મેળવેલી આવક 24.97 કરોડ થયા છે. જ્યારે તેની સામે 55.45 કરોડ રોકાણ કર્યું છે. જેના આધારે તેમની પાસે હોદાની રૂએ મળેવેલી આવક કરતા 22 ટકા વધુ મિકલત મળી આવી છે એટલે કે, 30 કરોડની અપ્રમાણસર મિલકત થયા છે.
આ પણ વાંચો:- AMC દ્વારા વ્યાજ રીબેટ સ્કિમ જાહેર થયા બાદ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ધરખમ વધારો
આ ઉપરાંત ACBએ વર્ષ 2020 દરમિયાન કરેલી કામગીરી જોઈએ તો અપ્રમાણસર મિલકતના 2020માં 38 ગુના દાખલ થયા હતા જેમાં 50 કરોડ ઉપર રકમ થતી હતી. જ્યારે ચાલુ વર્ષે પ્રથમ માસમાં 3 ગુના દાખલ કર્યા છે જેમાં 33 કરોડ ઉપરની રકમ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube